VADODARA : વેમાલી પહોંચેલા કોર્પોરેટર હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાયા
VADODARA : વડોદરા (VADODARA) ના છેવાડે આવેલા વેમાલીના રહીશો શાંતિપૂર્વક રીતે રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટની પાયાની સમસ્યાઓ ઉજાગર કરી રહ્યા છે. આ સાથે જ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા હલકી ગુણવત્તાના રોડ સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે. જે બાદ સ્થાનિક કોર્પોરેટર વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓ મીડિયા સમક્ષ વિકાસકાર્યોનું ગાણું ગાવા જતા હાસ્યાસ્પદ પરિસ્થિતીમાં મુકાયા હતા. તેઓ ફરી ફરીને કેટલાય કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું છે, તેનાથી વિશેષ કોઇ માહિતી આપી શક્યા ન્હતા.
એક પછી એક વેમાલી વિસ્તારની પોલ ખુલ્લતા કોર્પોરેટર દોડ્યા
વડોદરાના છેવાડે આવેલા વેમાલીમાં પાયાની જરૂરીયાતોથી વંચિત સ્થાનિકો દ્વારા રોડ પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ બાદ પાલિકા દ્વારા વેમાલી સ્મશાનમાં રોડ બનાવવાનું કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. આ રોડ બનાવવાનું કાર્ય તકલાદી ગુણત્તાનું કરવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. અને યોગ્ય પ્રક્રિયા અનુસરીને કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. એક પછી એક વેમાલી વિસ્તારની પોલ ખુલ્લી થતા આજે સ્થાનિક વોર્ડ નં - 3 ના કોર્પોરેટર છાયા ખરાદી, અને રૂપલ મહેતા સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં બંનેએ વિકાસકાર્યો થયા હોવાનું ગાણું ગાયું હતું.
બીજા વિસ્તારો કરતા વધારે વેમાલીમાં અગણિત કામો થયા છે
આ તકે છાયા ખરાદીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વિકાસના અગણિત કામો થયા છે. જે પેન્ડીંગ છે, તે થવાના છે. જનતા અમારી સાથે છે. અમે સતત દોડતા રહીએ છીએ. સરકારના કામો ચાલ્યા છે, અને ચાલતા રહેશે. થોડુ કામ વહેલું મોડું થાય, નવેમ્બરમાં મોટો કાર્યક્રમ હતો. એટલે થોડુ કામ ડીલે થયો હતો. બીજા વિસ્તારો કરતા વધારે વેમાલીમાં અગણિત કામો થયા છે. અમે ઘણા ખાતમુહૂર્ત કર્યા છે. લોકોને જે કહેવું હોય તે કહે, અમને ખબર છે કે કેટલું કામ થઈ રહ્યું છે. આમ, કોર્પોરેટર કોઇ સ્પષ્ટ જવાબ આપી શક્યા ન્હતા. અને ગોળ ગોળ વાતો ફેરવતા નજરે પડ્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : કમાટીબાગના ઐતિહાસીક બ્રિજ પરથી પસાર થવું સપનું બનશે