Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શ્વાનને બચાવવા જતા કાર ભટકાઇ, ભીષણ આગમાં દંપતિનો બચાવ

VADODARA : વડોદરા આવતા પલાસવાડા ગામ પાસે રખડતું શ્વાન આડે આવ્યું હતું. જેમાં કાર ચાલકે તેને બચાવવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો
vadodara   શ્વાનને બચાવવા જતા કાર ભટકાઇ  ભીષણ આગમાં દંપતિનો બચાવ
Advertisement

VADODARA : વડોદરા જિલ્લાના ડભોઇ-વડોદરા રોડ પર આવતા પલાસવાડા ગામે કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે શ્વાનને બચાવવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જે બાદ કાર ઝાડમાં જઇને ભટકાઇ હતી. આ ટક્કર એટલી ઝડપમાં હતી કે, કાર આગની લપટોમાં આવી ગઇ હતી. સદ્નસીબે કારમાં મુસાફરી કરતા દંપતિને બચવામાં સફળતા મળી છે. ઘટનામાં આખી કાર ભડથું થઇ ગઇ હતી. ઘટનામાં સામાન્ય ઇજાગ્રસ્ત દંપતિને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના દવાખાને લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. (CAR DRIVER LOST CONTROL TO SAVE DOG, COUPLE SAVED FROM FIRE - VADODARA)

કાર ધડાકાભેર ઝાડમાં જઇને ભટકાઇ

સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, દંપતિ ડભોઇથી વડોદરા તરફ કારમાં આવી રહ્યું હતું. દરમિયાન પલાસવાડા ગામ પાસે રખડતું શ્વાન આડે આવ્યું હતું. જેમાં કાર ચાલકે તેને બચાવવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. તે બાદ કાર ધડાકાભેર ઝાડમાં જઇને ભટકાઇ હતી. ભટકાયા બાદ એકાએક કારમાં આગ લાગી ગઇ હતી. ચાલકની સમયસુચકતાને પગલે તે તુરંત બહાર નીકળી ગયા હતા. અને બાદમાં તેમના પત્નીને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા.

Advertisement

હાલ દંપતિની તબિયત સ્થિર

આ ઘટનામાં દંપતિને નાની-મોટી સામાન્ય ઇજાઓ પહોંચી હતી. મોટો ઘડાકો થતા સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત દંપતિને મદદનો પ્રયાસ કર્યો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે દંપતિને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ દંપતિની તબિયત સ્થિર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. સમગ્ર મામલે ડભોઇ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : આગમાં રૂ. 8 લાખનું નુકશાન, ટેલિકોમ કંપનીને નોટીસની તજવીજ

Tags :
Advertisement

.

×