Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ધો. 10ની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી દુષકર્મ આચરનારને આજીવન કેદ

VADODARA : ટ્રાયલ દરમિયાન ભોગ બનનારનું અવસાન થતાં અદાલતે તેના 164ના નિવેદન અને મેડિકલ પુરાવાને ગ્રાહ્ય રાખીને ચુકાદો જાહેર કર્યો છે.
vadodara   ધો  10ની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી દુષકર્મ આચરનારને આજીવન કેદ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવીને આરોપીએ લગ્નની લાલચ આપી અવાર નવાર તેણીની સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યા બાદ સંબંધો ઉપર પૂર્ણવિરામ મુકી બીજે લગ્ન નક્કી કર્યા હતા. બાદમાં તેના મંગેતરને અને તેના પરિવારજનોને અશ્લિલ ફોટા મોકલી ધાકધમકી આપવાના ચકચારી કિસ્સામાં અદાલતે વાસણા રોડ વિસ્તારના 34 વર્ષના વિધર્મી યુવાનને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો. આ કેસના ભોગ બનનારનું અદાલતી કાર્યવાહી દરમિયાન અવસાન થતાં તેણે આપેલા 164 મુજબના નિવેદન સહિતના સાંયોગિક પુરાવાને ગ્રાહ્ય રાખી સજા ફટકારી હતી.

ઉંમર નાની હોવાથી બન્નેના લગ્ન શક્ય નથી

શહેરના વાસણા વિસ્તારમાં ભારે ચકચાર જગાવનાર આ કિસ્સાની વિગત અનુસાર આ બનાવમાં ભોગ બનનાર 2017માં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી ત્યારે વાસણા રોડ, બીનાનગર પાસે ફિરોજનગરમાં રહેતો મહંમદ તૌસિફ મહંમદશરીફ કાજી તે જ્યારે ટ્યુશન ક્લાસમાં જતી ત્યારે તેને મળવા આવતો હતો. બન્ને વચ્ચે પ્રેમસંબંધ હતા. એક દિવસ તૌસિફ તેને રીક્ષામાં બેસાડી કિશોરીના માતાને મળવા માટે લઇ ગયો હતો. જેથી ભોગ બનનારની માતાએ તે હિન્દુ હોવાથી અને છોકરીની ઉંમર નાની હોવાથી બન્નેના લગ્ન શક્ય નથી તેમ જણાવ્યું હતું. પરંતુ તૌસિફ કાજીએ 18 વર્ષ બાદ લગ્ન કરાવી આપવાની લોભ લાલચ આપી કિશોરીને પોતાના ઘરે લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

Advertisement

ભોગ બનનારે ગર્ભપાત કરાવવાની ના પાડી

જો કે આ ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો. અવારનવાર તૌસિફ તેની સાથે શરીર સંબંધ બાંધતો હોવાના કારણે 2019ની સાલમાં તે ગર્ભવતી બની હતી. આ અંગેની જાણ તૌસિફને કરતા તે ડોક્ટર પાસે લઇ ગયો હતો. ડોક્ટરે ના પાડતા નજીકની બીજી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણીનું નામ સીમા પરવીન લખાવ્યું હતું. ડોક્ટરે તપાસ કરતા ચાર માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. જો કે ભોગ બનનારે ગર્ભપાત કરાવવાની ના પાડતા 17-12-2019ના રોજ તેણીને પોતાના ઘરે લઇ જઇ ગર્ભપાતની ગોળી પીવડાવતા તેણીને ગર્ભપાત થઇ ગયો હતો અને તે બેભાન થઇ ગઇ હતી. તેણીના માતા-પિતાએ તેનો મોબાઇલ ચેક કરતા તૌસિફના મેસેજો મળી આવ્યા હતા. જેના આધારે તેમણે જે.પી. રોડ પોલીસ મથકમાં અરજી કરતા પોલીસની હાજરીમાં સમાધાન થયું હતું. તેમ છતાં તૌસિફ તેને મળવા આવતો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો તેમજ ભોગ બનનારના ફોટા તેના માતા-પિતાને મોકલી વિડીયો પણ વાયરલ કર્યો હતો.

Advertisement

સ્પેશ્યલ જજ માધુરી પાન્ડેયની અદાલતમાં કેસની સુનાવણી

જો કે પરિવારજનોએ તેણીનું લગ્ન નક્કી કરતા તેના મંગેતરને પણ ફોટા તેમજ ગર્ભની સારવારની ફાઇલના ફોટા મોકલી આપ્યા હતા. ભોગ બનનારની જિંદગી બરબાર કરવાની ધમકીને પગલે મામલો જે.પી. રોડ પોલીસ મથકે પહોંચતા પોલીસે અપહરણ, બળાત્કાર અને પોકસો તેમજ આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી ફિરોજનગરમાં રહેતા મહંમદ તૌસિફ કાજીની ધરપકડ કરી તમામ પુરાવા એકત્ર કરી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્રીજા એડીશનલ અને પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ માધુરી પાન્ડેયની અદાલતમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અદાલતી કાર્યવાહીના સમયગાળામાં ભોગ બનનારનું અવસાન થયું હતું. આ અંગે અદાલતને જાણ કરવામાં આવી હતી. બચાવ પક્ષે ઉલટ તપાસ બાકી છે તે સહિતના અનેક મામલે આરોપીને નિર્દોષ છોડવા દલીલો કરી હતી. પરંતુ સરકારી વકીલ પી.સી. પટેલની ધારદાર દલીલો, ભોગ બનનારનું 164 મુજબનું નિવેદન, મેડીકલ પુરાવાને અદાલતે ગ્રાહ્ય રાખી તૌસિફ કાજીને આજીવન સુધીની એટલે કે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા અને રૂ. 20,000નો દંડ તેમજ અન્ય કલમો હેઠળ પણ સજા ફટકારી હતી.

આ પણ વાંચો --- VADODARA : ઐતિહાસિક દર્ભાવતી નગરીની નગરપાલિકાને મળ્યું નવું બિલ્ડીંગ

Tags :
Advertisement

.

×