VADODARA : હાઇમાસ્ટ નીચે ચગદાતા યુવકના અવશેષો એકત્ર કરવા પડ્યા
VADODARA : વડોદરા (VADODARA) ના પ્રતાપનગર રેલવે કોલોનીના મેદાનમાં આવેલું હાઇમાસ્ટ પડતા એક યુવત ચગદાયો હતો. યુવકના મૃતદેહને બહાર કાઢવા માટે હાઇમાસ્કને કાપવું પડ્યું હતું. અને યુવકના મૃતદેહને અવશેષોને એકત્ર કરીને વધુ કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. ઘટના સમયે તેનું મેઇન્ટેનન્સનું કાર્ય ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ત્રણ લોકો કામ કરતા હતા. આ ઘટનામાં બે કર્મીઓનો બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગંભીર રીતે છુંદાઇ જતા તેનો મૃતદેહ રેસ્ક્યૂ કરવા માટે હાઇમાસ્ટને કાપવો પડ્યો
વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીના મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાત્રીના સમયે રમાનાર મેચો માટે પુરતા અજવાળાની વ્યવસ્થા થાય તે ઉદ્દેશ્યથી મુંબઇની એજન્સીઓ દ્વારા કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા. આ કર્મીઓ દ્વારા હાઇમાસ્ટનું મેઇનન્ટેનન્સ કાર્ય કરવામાં આવતું હતું. દરમિયાન લાઇટનું આખું કેજ ધડામ કરીને નીચે પડતા એક કર્મચારી ચગદાયો હતો. અને અન્ય બે નો બચાવ થયો હતો. કર્મચારી ગંભીર રીતે છુંદાઇ જતા તેનો મૃતદેહ રેસ્ક્યૂ કરવા માટે હાઇમાસ્ટને કાપવો પડ્યો હતો. અને બાદમાં તેના અવશેષો એકત્ર કરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની મકરપુરા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઇટનું આખુ સેટઅપ તેના પર પડ્યું
ફાયર જવાને મીડિયાને જણાવ્યું કે, અમને ફાયર કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો. કે પ્રતાપનગર રેલવે કોલોની પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે. ત્યાં લાઇટના થાંભલા પર મૃતદેહ લટકી રહ્યો છે. અમે ઘટના સ્થળે આવીને જોયું કે, ક્રિકેટ ગ્રાઉન્ડની ચારેય તરફ હાઇ માસ્ટ લાઇટો આવેલી હોય છે. તે કેબલથી ઉપર-નીચે થતી હોય છે. તે વ્યક્તિ કામ કરતો હતો. દરમિયાન લાઇટનું આખુ સેટઅપ તેના પર પડ્યું છે. જેથી તેનું મોત નિપજ્યું છે. મૃતક કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો. પહેલા લાઇટના સેટઅપને નુકશાન ના જાય તે રીતે મૃતદેહનું રેસ્ક્યૂ કરવાનો પ્રયાસ હતો. પરંતુ તે પ્રમાણે ન થઇ શકતા, હાઇડ્રોલીક કટર મારફતે એંગલના ચારેય તરફ કટ મારીને મૃતદેહનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : કાસમઆલા ગેંગના ગુંડા રિમાન્ડ પર, ખંડણી-મિલકત અંગે તપાસ શરૂ