Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભાડે આપેલી કાર અને રકમ બંને ચાઉં કરી લાખોની ઠગાઇ

VADODARA : ભાવનગર ખાતે રહેતા જીગ્નેશભાઈ ભુપતભાઈ ચાવડા સાગરભાઈ સાથે ઇંગલ કાર નામથી કાર ભાડે આપવાનો ધંધો વાઘોડિયાના આમોદર પાસે આવેલા પાસે પ્રાઈમ બ્લાઝા કોમ્પલેક્ષ કરતા હતા. હાથીખાનાના ઐયાઝ ઇસ્માઈલ પરમાર કાર ભાડે આપવાનો ધંધો કરતા હોય તેની સાથે સંપર્ક...
vadodara   ભાડે આપેલી કાર અને રકમ બંને ચાઉં કરી લાખોની ઠગાઇ
Advertisement

VADODARA : ભાવનગર ખાતે રહેતા જીગ્નેશભાઈ ભુપતભાઈ ચાવડા સાગરભાઈ સાથે ઇંગલ કાર નામથી કાર ભાડે આપવાનો ધંધો વાઘોડિયાના આમોદર પાસે આવેલા પાસે પ્રાઈમ બ્લાઝા કોમ્પલેક્ષ કરતા હતા. હાથીખાનાના ઐયાઝ ઇસ્માઈલ પરમાર કાર ભાડે આપવાનો ધંધો કરતા હોય તેની સાથે સંપર્ક થયો હતો. વર્ષ પહેલા ઐયાઝે કાર લેવેચનો ધંધો કરતા ભોજ ગામના વસીમ નોબારાનો પરીચય કરાવ્યો હતો. તેણે હાલમા અમદાવાદ-ધોલેરા એરપોર્ટ ખાતે ગાડીઓ ભાડે આપી છે અને બીજી ગાડી આપવાની છે. જેથી જિગ્નેશભાઈ તથા તેમના પાર્ટનરે વસીમ નોબારાને મહીના માટે ગાડીઓ ભાડે આપી હતી.

તમારી ગાડી પાછી લાવી દઈશ

રેગ્યુલર ભાડુ આપી વિશ્વાસ આવી જતા વસીમને જયારે પણ ગાડી જોવતી હોય તો તેમનો સંપર્ક કરતો હતો. ઓગસ્ટ-2023માં તેણે જીગ્નેશ ચાવડા તેમના સાડુ સાઢુંભાઈ આકાશ ભુપતભાઈ તથા અલ્પેશભાઈ ધીરૂભાઇ ડાંગરની કાર રૂ. 80 હજાર, 90 હજાર તથા 1.20 લાખના ભાડે લીધી હતી. બાદમાં વસીમ સ્કોપીઓ પરત આપી તેનુ અહીં માસનુ ભાડુ બાકી હતુ. ત્રણેય ગાડીઓના ભાડા મળતા ન હોય તેના સગા ભાઈ મોન્ટુએ સાગર સાથે મુલાકાત કરી જણાવેલ કે તમે ડીસીબી પોલીસ સ્ટેશનમાં અરજી ના કરતા થાય એટલી તમારી ગાડી પાછી લાવી દઈશ. પરંતુ કાર પરત કરી નથી. તમામ ગાડીઓનુ એક પણ ભાડુ વસીમે ચુકવ્યું ન હતું.

Advertisement

59 લાખની છેતરપિંડી

વર્ષ 2024માં વસીમ ભાવનગ૨ જેલમાંથી છૂટયો ભાવનગર ખાતે ભાડાના રૂપીયા તથા તેની પાસે કાર બાબતે કરાર કર્યો હતો. જેમાં ભુપતસિંહ અજીતસિંહ ચુડાસમા, નિલેષભાઈ તીખાભાઈ ચાવડાએ વસીમ નોબારાને આપેલી કારના ભાડાના રૂપિયા 36 લાખ બાકી હતા. જેથી જિગ્નેશભાઈએ તેની સાથે મુલાકાત કરતા તેણે હાલમાં કોઈ ગાડી નથી અને અજમેર જવાનુ છે પાંચેક દિવસ માટે તમારી કોઇ ગાડી હોય તો આપો. જે ભાડુ થશે તે આપી દઇશ. જેથી તેને તમારી કાર આપી હતી. સપ્તાહ પછી સાગરભાઈએ વસીમના કોલ કરતા ચારનો પણ કરાર કરી આપીશ તેમ કહેતો હતો. જેથી વસીમ નોબારાએ કારના ભાડાના રૂ. 36 લાખ અને 23 લાખની બે કાર પરત નહિ આપી રૂ. 59 લાખની વેપારી સાથે છેતરપિંડી આચરી છે. જિગ્નેશભાઈ ચાવડાએ ડીસીબીમાં વસીમ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ક્રાઇમ બ્રાન્ચે વસીમને અગાઉ ઝડપ્યો હતો

કાર લઇ ગયા બાદ વારંવાર માગણી કરવા છતાં ભાડુ કે કાર વસીમ નોબારા આપતો ન હતો. તાજેતરમાં વસીમ નોબારાને વડોદરા શહેર ડીસીબી પોલીસની ટીમે છેતરપિંડીના ગુનામા ઝડપી પાડ્યો હતો. એક મહીના પછી જિગ્નેશ ચાવડાના સાઢુંભાઈની કાર રાજકોટ ખાતે પરત આપી હતી. તેણે કાર વસીમ પાસેથી ગીરવે રાખી હતી અને વસીમ પાસેથી રુપિયા લઈ લેશે તેમ કહી સાગરભાઇને કાર પરત આપી દીધી હતી. ત્યાર પછી વસીમને ભાવનગર જેલમાં પાસા થઈ હતી.

આ પણ વાંચો -- VADODARA : SSG માંથી યુવતિનો મૃતદેહ પરિજનોને સોંપવા ભરૂચના સાંસદે લખવું પડ્યું

Tags :
Advertisement

.

×