VADODARA : કાસમઆલા ગેંગના ગુંડા રિમાન્ડ પર, ખંડણી-મિલકત અંગે તપાસ શરૂ
VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં લોકોમાં દહેશતનો માહોલ ઉભો કરીને લૂંટ, ખંડણી, હત્યાના પ્રયાસો જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કાસમઆલા ગેંગના 9 ગુંડાઓ સામે ગુજસીટોક (GUJCTOC) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. બાદમાં અટકાયત કરાયેલા તમામને ગત સાંજે વડોદરાની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીઓ હથિયાર સાથે રાખીને ખંડણી ઉઘરાવતા હતા. જેની વિગતો સાથેની ડાયરી સૌરાષ્ટ્ર તરફના એક ગામમાં આવેલા મકાનના અનાજના પીપડામાં સંતાડી હોવાનું સામે આવ્યું છે. આ ડાયરી અનેક રાઝ ખોલશે, તેવી શક્યતાઓ હાલ તબત્તે સેવાઇ રહી છે.
હુસૈન સુન્ની સહિતના ત્રણ આરોપી ખંડણીના ગુનામાં રિમાન્ડ હેઠળ છે
વડોદરાના કારેલીબાગમાં દહેશત મચાવનાર કાસમઆલા ગેંગના ગુંડાઓ સામે ગુજસીટોક (GUJCTOC) અંતર્ગત ફરિયાદ નોંધાયા બાદ તમામને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. તે પૈકી શાહિદ ઉર્ફે ભુરીયો જાકીર શેખ, વસીમખાન સુયુફખાન પઠાણ, હસન ઉર્ફે ઝાંઝર કાદરમિયા સુન્ની, ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયા શેખને ગતસાંજે કોર્ટમાં રજુ કરીને તેના 11 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ ગેંગને મુખીયા હુસૈન સુન્ની સહિતના ત્રણ આરોપી ખંડણીના ગુનામાં કારેલીબાગ પોલીસ મથકમાં રિમાન્ડ હેઠળ છે.
આરોપીઓ છોટાઉદેપુરથી દારૂ મેળવતા હતા
કાસમઆલા ગેંગ સામે ખંડણી, દારૂ,જુગાર, મારામારી સહિતના કુલ 216 ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) તમામને કોર્ટમાં રજુ કરીને 11 મુદ્દાઓ પર ઝીવણટભરી તપાસ કરવા માટે 30 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેની સામે કોર્ટે 13, જાન્યુઆરી, 2025 સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન ટોળકી પાછળ કોનું પ્રોત્સાહન છે, વસુલી-ઉઘરાણી કરીને ઉઘરાવેલા પૈસામાંથી મિલ્કલ ખરીદી છે કે કેમ, હથિયાર-મિલ્કત રેડોર્ડ સહિત ક્યાં છુપાવ્યું છે, આરોપીઓ છોટાઉદેપુરથી દારૂ મેળવતા હતા, સહિતના મુદ્દા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો -- Rajkot : Waqf Board નાં નામે દુકાનો ખાલી કરાવવા મામલે BJP કાર્યકર સહિત 9 ની ધરપકડ