Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અગાઉ 70 ગુનામાં પકડાયેલ મહિલા બુટલેગરના ઘરેથી જુગારધામ ઝડપાયું

VADODARA : બાતમી મળતા ટીમોએ મહિલા પોલીસને સાથે રાખીને સ્થળ પર દરોડા પાડ્યાસ જેમાં મહિલા બુટલેગર સહિત 11 ખેલીઓ મળી આવ્યા
vadodara   અગાઉ 70 ગુનામાં પકડાયેલ મહિલા બુટલેગરના ઘરેથી જુગારધામ ઝડપાયું
Advertisement

VADODARA : વડોદરામાં અગાઉ 70 થી વધુ ગુનામાં પકડાયેલા મહિલા બુટલેગરના ઘરે ધમધમતુ જુગારધામ ઝડપાયું છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. આ મામલે જુગારધામની સંચાલિકા મહિલા બુટલેગર સહિત 11 ખેલીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

રોકડા રૂપિયા, મોબાઇલ, ટુ વ્હીલર મળીને કુલ રૂ. 2.39 લાખનો મુદ્દામાલ જપ્ત

તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ગુનાખોરી ડામવા માટે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી કે, ઉકાજીના વાડીયા ખાતે રહેતા હર્ષાબેન અવિનાશભાઇ કહાર પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવીને હારજીતનો જુગાર રમાડે છે. જેથી ટીમોએ મહિલા પોલીસને સાથે રાખીને સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડામાં મહિલા બુટલેગર સહિત 11 ખેલીઓ મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં રોકડા રૂપિયા, મોબાઇલ, ટુ વ્હીલર મળીને કુલ રૂ. 2.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તમામની અટકાયત કરી છે. આ મામલે કપુરાઇ પોલીસ મથકમાં વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

પકડાયેલા આરોપીઓના નામ

  1. હર્ષાબેન અવિનાશભાઇ કહાર (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)
  2. અજયભાઇ મહેશભાઇ માળી (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)
  3. પ્રીન્સ ઉર્ફે બોડા લક્ષ્મણભાઇ કહાર (રહે. શીતળા માતાનો મહોલ્લો, પાણીગેટ, વડોદરા)
  4. ભદ્રેશભાઇ ઉર્ફે ભાવલો નટુભાઇ કહાર (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)
  5. રોહીતભાઇ મુકેશભાઇ રાઠોડ (રહે. વાસ તળાવ ઝુપડપટ્ટી, વડોદરા)
  6. ગોવીંદભાઇ ફકીરાભાઇ કહાર (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)
  7. મંગાભાઇ મફાભાઇ વાઘેલા (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)
  8. વિનોદભાઇ મંગાભાઇ વાઘેલા (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)
  9. મિશાંતભાઇ જયંતિભાઇ પટેલ (રહે. રતનપુર, પટેલ ફળિયું, વડોદરા)
  10. ચિરાગભાઇ પ્રકાશભાઇ જયસ્વાલ (રહે. રંગ વાટીકા, વાઘોડિયા, વડોદરા)
  11. વિનોદ શાંતિલાલ પારકર (રહે. સનક્લાસીસ ફ્લેટ, વાઘોડિયા, વડોદરા)

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ નીચે મુજબ છે

  1. હર્ષાબેન અવિનાશભાઇ કહાર (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા) 12 વર્ષથી દારૂ-જુગારની પ્રવૃત્તિ ચલાવે છે. તેની સામે કપુરાઇ, પાણીગેટ અને બાપોદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના 65 ગુના તથા જુગારના પાંચ ગુના નોંધાયેલા છે.
  2. અજયભાઇ મહેશભાઇ માળી (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા) વિરૂદ્ધ પ્રોહીબીશન તેમજ મારામારીના ગુના નોંધાયેલા છે.
  3. પ્રીન્સ ઉર્ફે બોડા લક્ષ્મણભાઇ કહાર (રહે. શીતળા માતાનો મહોલ્લો, પાણીગેટ, વડોદરા) સામે મારામારી અને જુગારના ગુના નોંધાયેલા છે.
  4. ભદ્રેશભાઇ ઉર્ફે ભાવલો નટુભાઇ કહાર, ગોવીંદભાઇ ફકીરાભાઇ કહાર અને મંગાભાઇ મફાભાઇ વાઘેલા અગાઉ જુગારના ગુનામાં પકડાયેલા છે.
  5. મિશાંતભાઇ જયંતિભાઇ પટેલ અગાઉ વાહનચોરીના ગુનામાં પકડાયેલો છે.

આ પણ વાંચો --- VADODARA : રોડ પરના જોખમી કટ અંગેનો રિપોર્ટ સોંપાયો, 25 સ્થળે કાર્યવાહી

Tags :
Advertisement

.

×