VADODARA : મધ્યપ્રદેશથી આવીને અછોડા તોડતી ગેંગ દબોચતી ક્રાઇમ બ્રાન્ચ
VADODARA : વિતેલા સમયમાં વડોદરા (VADODARA) માં અછોડા તોડવાની (CHAIN SNATCHING) અનેક ઘટનાઓ સામે આવતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમો એક્ટીવ થઇ હતી. અને સીસીટીવી સર્વેલન્સ, ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે અછોડા તોડને દબોચી લેવા માટેનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન ધ્યાને આવ્યું કે, ગુનાઓ આચરવા માટે જે બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની નંબર પ્લેટ પર ભીની માટી કે કીચડ લગાડવામાં આવ્યું હતું. જેથી તેનો નંબર પ્લેટ જોઇ શકાય તેમ નથી.
ક્રાઇમ બ્રાન્ચના જવાને જતા નાસવાનો પ્રસાય કર્યો
વધુ તપાસ કરતા આ વર્ણનની બાઇક ખોડિયારનગર વિસ્તારમાં જોવા મળી હતી. જેથી ટીમે તે વિસ્તારમાં પેટ્રોલીંગ કરીને વોચ રાખી હતી. દરમિયાન એક બાઇક પર ચાર શખ્સો સવાર થઇને એકબીજા સાથે વાત કરી કરતા જોવા મળ્યા હતા. તેમની પાસે ક્રાઇમ બ્રાન્ચના જવાને જતા તેઓએ નાસવાનો પ્રસાય કર્યો હતો. જેથી ટીમે તેમને ઘેરીને અટકાયત કરી લીધી હતી. આ ઘટનામાં બે સગીર સાથે કુલ ચારની અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસેથી સોનાનું મંગળસુત્ર, ચેઇનો ટુકડો અને મોબાઇલ મળી આવ્યા હતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તેમની પાસેથી તે અંગેના પુરાવા માંગ્યા હતા. જે તેઓ આપી શક્યા ન્હતા.
વધુ શખ્સોને બોલાવીને અલગ અલગ ટોળકી પાડી દીધી
બાદમાં આકરી પુછપરછ કરતા ચાર પૈકી એક મધ્ય પ્રદેશના ભીંડ ખાતે રહેતો હોવાનું અને વડોદરામાં કેટરીંગમાં ડિસ્પ્લે લગાડવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. 10 દિવસ પહેલા તે શહેરથી માહિતગાર થઇને પાંજરાપોળ સામે બાઇક પર જતા શખ્સોનો મોબાઇલ ઝૂંટવીને તેના વતનથી વધુ બે શખ્સોને બોલાવીને અલગ અલગ ટોળકી પાડી દીધી હતી. ત્રણ દિવસ પહેલા પ્રથણ બાઇકની ચોરી કરી હતી. બાદમાં તેના પર મહિલાઓને ટાર્ગેટ કરીને તેમના અછોડા તોડવામાં આવતા હતા.
આ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ઉકેલાયા
તમામની પુછપરછ દરમિયાન શહેરના કારેલીબાગ, બાપોદ, હરણી પોલીસ મથકમાં નોંધાયેલા ચેઇન સ્નેચીંગના ગુનાઓ ઉકેલાયા હતા. તેમજ કપુરાઇ પોલીસ મથકમાં મોબાઇલ ચોરી અને સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયેલો બાઇક ચોરીનો ગુનો ઉકેલાયો હતો.
એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો
ઉપરોક્ત કાર્યવાહીમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને વિકાસ ઉર્ફે સંકી રમેશ ગજ્જર (રહે. ગોકુલ નગર, ખોડિયાર નગર) (મુળ રહે. ભીંડ, મધ્ય પ્રદેશ), વિનીકેતસિંગ ઉર્ફે અંશ અનિલસિંગ ભદોરીયા (રહે. વિદ્યાવતી કોલેજ પાસે, ભીંડ, મધ્ય પ્રદેશ) તથા બે સગીર મળી આવ્યા છે. જ્યારે સુજીત ઉર્ફે રાયડર સંતોષ જૈનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : સૌથી મોટું ગેસ રીફીલીંગ કૌભાંડ પકડતી SOG, રૂ. 7.26 લાખનો મુદ્દામાલ જપ્ત


