Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : માછલી પકડતી વખતે હથિયાર વડે જીવલેણ હુમલો કરનાર ત્રણ ઝબ્બે

VADODARA : તાજેતરમાં વડોદારા (VADODARA) ના પાણીગેટ પોલીસ મથક (PANIGATE POLICE STATION) માં ખુનની કોશિશ સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અનુસાર, 2, ઓક્ટોબરના રોજ સાંજના પોણા ચાર વાગ્યે બાવચાવાડ રામગઢ ચોકડી ખાતે પાણી ભરેલા ખાડામાંથી માછલી...
vadodara   માછલી પકડતી વખતે હથિયાર વડે જીવલેણ હુમલો કરનાર ત્રણ ઝબ્બે
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદારા (VADODARA) ના પાણીગેટ પોલીસ મથક (PANIGATE POLICE STATION) માં ખુનની કોશિશ સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અનુસાર, 2, ઓક્ટોબરના રોજ સાંજના પોણા ચાર વાગ્યે બાવચાવાડ રામગઢ ચોકડી ખાતે પાણી ભરેલા ખાડામાંથી માછલી પકડતી વખતે સાગર કૈલાશભાઇ વાઘેલા, અર્જુન ઉર્ફે ભયલુ મુકેશભાઇ (બંને રહે. પાણીગેટ, કુંભારવાડા, કેળની વખાર પાસે અને આકાશ ઠાકોર (રહે. બાવચાવાડ) અચાનક મોટર સાયકલ પર આવી પહોંચ્યા હતા. આરોપી સાગર વાઘેલાએ ફરિયાદી જોડે થયેલા અગાઉના ઝઘડાની અદાવત રાખીને અન્ય બે સાથે મળીને મારી નાંખવાના ઇરાદે હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાઘોડિયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી

આ ઘટનામાં ફરિયાદીના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં ત્રણેય દ્વારા ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાસી છુટ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાઘોડિયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તેવામાં બાતમીના આધઆરે ત્રણેયને વાઘોડિયા ચોકડી પાસેથી દબોચી લેવામાં આવ્યા હતા. ત્રણેય ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું અને ગુનાને અંજામ આપ્યા બાદ નાસતા ફરતા હોવાનું જણાવી રહ્યા છે.

Advertisement

ત્રણને દબોચી લેવાયા

સમગ્ર મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સાગર કૈલાશભાઇ વાઘેલા (ઉં. 24) (રહે. પાણીગેટ, કુંભારવાડા, કેળાના વખારની ગલીમાં), અર્જુન ઉર્ફે ભયલું મુકેશભાઇ વાઘેલા (ઉં. 22) (રહે. પાણીગેટ, કુંભારવાડા, કેળાના વખારની ગલીમાં), અને આકાશ વેલજીભાઇ ઠાકોર (ઉં. 19) (રહે. બાવચાવાડ, પાણીગેટ, વડોદરા) ની ધરપકડ કરી પાણીગેટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, ઉપરોક્ત પકડાયેલા આરોપીઓ પૈકી સાગર કૈલાશભાઇ વાઘેલા માથાભારે વૃત્તિવાળો છે. તેની સામે પાણીગેટ અને સિટી પોલીસ મથકમાં મળીને પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં મારામારી, લૂંટના ગુનાઓમાં તે સંડોવાયેલો છે.

આ પણ વાંચો -- VADODARA : બબાલ રોકવા જતા પોલીસ જવાનની વર્ધીના બટન તોડ્યા, મહિલાએ ના કરવાનું કર્યું

Tags :
Advertisement

.

×