VADODARA : વૃદ્ધાઓને ટાર્ગેટ કરતી ગેંગના ત્રણ ઝબ્બે, જાણો સમગ્ર ઘટનાક્રમ
VADODARA : વડોદરા (VADODARA) માં ગુનાખોરી ડામવ માટે ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમો સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગને ડોટાબેઝના આધારે તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ચોક્કસ એમઓથી વડોદરા, સુરત અને રાજકોટમાં મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. જેની વધુ તપાસમાં અજાણી મહિલાઓના સીસીટીવી ફૂટેજીસ સામે આવ્યા હતા. જેની વધુ તપાસ લંબાવતા ત્રણ શંકાસ્પદ શખ્સો પીએમ આવાસ યોજનાના મકાનોની સામે વાઘોડિયા ચોકડી બ્રિજ પાસે ઉભા હોવાની માહિતી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી.
તેઓ કોઇ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન્હતા
ક્રાઇમ બ્રાન્ચની ટીમનો જોતા જ ત્રણેયે નાસવાની કોશિષ કરી હતી. જેથી ત્રણેયને રોકીને પુછપરછ કરતા પોતાના નામ રૂહીબેન સીતારામ બાબરી, પુનમબેન સોનું હારીમલ અને વિશાલ શ્યામલાલ (તમામ રહે. રધુવીરનગર, દિલ્હી) બોવાનું જણાવ્યું હતું. તેમની તપાસ કરતા સોનાની બંગડી, ચેઇન, વીંટી, બુટ્ટી, મોબાઇલ અને રોકડા મળીને રૂ. 5.15 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે તેઓ કોઇ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન્હતા.
વડોદરા, રાજકોટ, સુરતમાં મળીને ચાર ગુનાઓ આચર્યા
બાદમાં ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવતા આરોપીઓ દ્વારા સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરીને જુદી જુદી તરકીબો અજમાવીને વડોદરા, રાજકોટ, સુરતમાં મળીને ચાર ગુનાઓ આચર્યા હોવાનું તબુલ્યું હતું. આ મામલે સંબંધિત શહેરના પોલીસ મથકને જાણ કરવામાં આવી છે.
નોટોના બંડલો હોવાનું જણાવીને કિંમતી દાગીનાઓ મેળવવાની ઠગાઇ
આરોપીઓ પૈકી રૂહીબેન સીતારામ બાબરી, પુનમબેન સોનું હારીમલ અગાઉ દિલ્હી ખાતે એક અસલી નોટ વચ્ચે કોરા કાગળો રાખીને રૂપિયાના ચલણી નોટોના બંડલો હોવાનું જણાવીને કિંમતી દાગીનાઓ મેળવવાની ઠગાઇ કરી ચુક્યા છે.
આરોપીઓની એમઓ
આરોપી ત્રિપુટી પૈકી મહિલાઓ હાથફેરો કરતી હતી. અને સાગરીત વિશાલ શ્યામલાલ નજીકમાં હાજર રહેતો હતો. વડોદરાના કરોળીયા ખાતે રીક્ષામાં બેસીને રેલવે સ્ટેશન જવાનું જણાવી વૃદ્ધાની બેગમાંથી દાગીના સેરવ્યા હતા. બાદમાં વચ્ચેથી રસ્તો જોયો છે, તેમ કહીને ઉતરી પડ્યા હતા. રાજકેટમાં મહિલાને રૂપિયા ગણી આપવાનું કહી, પીડિતાના દાગીના રૂમાલમાં બંધાનીને ઠગાઇ કરવામાં આવી હતી. સુરતમાં હમને હમારા પૈસા રખ લીયા હૈ, તુમ ભી તુમ્હારી વસ્તુ રખ દો કહીને મહિલાના સોનાના દાગીના રૂમાલમાં મુકાવીને થેલીમાં મુકાવી દીધા હતા. બાદમાં તેન સેરવી લેવામાં આવ્યા હતા. સુરતમાં મહિલાને વાચોમાં ભોળવીને કહ્યું કે, માર્કેટમાં ચોરીઓ બહુ થાય છે, તમારા દાગીના ઉતારી દો. કહી દાગીના રૂમાલની પોટલીમાં મુકી છેતરપીંડિ આચરવામાં આવી હતી.
આ પણ વાંચો -- VADODARA : તત્કાલિન DCP સહિત પાંચ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ


