ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ગુગલના જમાનામાં ગીલોલથી હાથફેરો કરતી ત્રિચી ગેંગ ઝબ્બે

VADODARA : આ ત્રિચી ગેંગ દ્વારા અનંત અંબાણીના પ્રિવેડીંગમાં પણ હાથફેરો કરવાની ફિરાકમાં હતી. પરંતુ સિક્યોરીટી જોઇને તેમને ફાવતું મળે તેમ ન્હતું- JCP
06:51 PM Jan 09, 2025 IST | PARTH PANDYA
VADODARA : આ ત્રિચી ગેંગ દ્વારા અનંત અંબાણીના પ્રિવેડીંગમાં પણ હાથફેરો કરવાની ફિરાકમાં હતી. પરંતુ સિક્યોરીટી જોઇને તેમને ફાવતું મળે તેમ ન્હતું- JCP

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ગુનાઓ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. તાજેતરમાં ટીમને બાતમી મળી હતી કે, દક્ષિણ ભારતના એક ડઝન ઇસમો નેશનલ હાઇ-વે રોડના આજવા ચોકરી બ્રિજ નીચે રોકાયેલા છે. તેઓ કારમાં કિંમતી સામાનની ચોરી કરવા માટે વડોદરા છે, તેમજ તેઓ લેપટોપ જેવા કિંમતી સામાન વેચવાની ફિરાકમાં છે. જે બાદ તુરંત ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં પહોંચી હતી. જેમાં 6 - 6 મળીને 12 ઇસમો ક્રાઇમ બ્રાન્ચની ટીમોને જોતા જ થેલા લઇને નાસવા જતા હતા. જો કે, ટીમે તેમની અટકાયત કરી લીધી હતી.

માલિકી અંગે તેઓ કોઇ પુરાવા આપી શક્યા ન્હતા

તેઓ તમીલમાં જ બોલતા હોવાના કારણે તેના જાણકાર કોન્સ્ટેબલ જોડે વાત શરૂ કરાવી હતી. એક પછી એક શખ્સે પોતાનું નામ જણાવીને ઓળખ કરાવી હતી. તેમની પાસેથી મળેલા થેલામાં લેપટોપ, ટેબ્લેટ, સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. જેની માલિકી અંગે તેઓ કોઇ પુરાવા આપી શક્યા ન્હતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડકાઇ દાખવતા બે ઇસમો જુદા જુદા શહેરોમાં પાર્ક કરેલી કારમાં ગીલોલની મદદથી કાચ તોડી તેમાંથી કિંમતી સામાનની ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું.

25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો

આ સાથે તેઓ કાર પાસે એક ચલણી નોટ મુકતો હતો, અને માલિકને તમારા પૈસા નીચે પડ્યા છે, તેમ જણાવતો હતો. અથવા ઓઇલ ટપકે છે, તેમ જણાવીને બે ધ્યાન કરીને નજર ચુકવીને બેગ તફડાવી લેવામાં આવતી હતી. આ ત્રિચી ગેંગ દ્વારા અમદાવાદ, પૂણે, શિરડી, નાસીક, ગોવા ખાતે 25 જેટલા ગુનાઓને આચર્યા હોવાનું સામે આવ્યું છે. જેના ભેદ હવે ખુલી ગયા છે. જેસીપી લીના પાટીલે જણાવ્યું કે, આ ત્રિચી ગેંગ દ્વારા અનંત અંબાણીના પ્રિવેડીંગમાં પણ હાથફેરો કરવાની ફિરાકમાં હતી. પરંતુ ત્યાંની સિક્યોરીટી જોઇને તેમને ફાવતું મળે તેમ ના હોવાથી તેમણે નજીકમાં અન્યત્રે હાથફેરો કર્યો હતો. આરોપીઓ પાસેખી રૂ. 10.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ પૈકી સાત સામે એક કે તેથી વધુ ગુનાઓ નોંધાયા છે.

આરોપીઓના નામો

  1. જગન બાલાસુબ્રમણ્યમ અગમુડીયાર (સેવરે)
  2. ઉદયકુમાર શાંતકુમાર સેવરે
  3. હરીશ ચંદિરણ મુથ્થુરાજ
  4. વિગ્નેશ્વર ચંદ્રશેખર મુદલીયાર
  5. કિરણકુમાર સુધીરકુમાર સેવરે
  6. સેલ્વકુમાર જાનકીરામણ અગમુડીયાર
  7. અગીલન મોહન સેવરે
  8. ઐયપન્ન શાંતકુમાર સેરવે
  9. ગોવર્ધન મોહન સેરવે
  10. વેંકટેશ ક્રિષ્ણાપા કોરચા
  11. સેંદીલ બદી સેરવે
  12. મોહન મનીકમ સેરવે (તમામ રહે. ત્રિચીપલ્લી, તમીલનાડું)

આ પણ વાંચો -- VADODARA : સાવલી પાસે ગેરકાયદેસર ખનન પર દરોડા, મોટી સંખ્યામાં મુદ્દામાલ સીઝ

Tags :
branchCrimeforgangGujarat FirstGujarat NewsGujarati NewsgulelHugenabbedsuccessthefttrichiusingVadodara
Next Article