VADODARA : સ્પોર્ટસ બાઇકનો 'શોખ' પૂરો કરવા યુવક ચોર બન્યો
- વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી
- સ્પોર્ટસ બાઇક જોડે જતા શંકાસ્પદ યુવતની અટકાયત કરી, પુછપરછ કરાઇ
- યુવકે બાઇક ચોરી કરી હોવાની કબુલાત આપી
VADODARA : વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો સઘન પેટ્રોલીંગ કરતી હોય છે. દરમિયાન તાજેતરમાં બાતમીના આધારે ઠેકરનાથ ત્રણ રસ્તા પાસેથી સ્પોર્ટસ બાઇક સાથે જતા યુવકની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ યુવકની પુછપરછ કરતા તેની પાસે સ્પોર્ટસ બાઇકના કોઇ આધાર પુરાના ના હોવાનું તેણે જણાવ્યું હતું. તે બાદ ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવતા યુવકને સ્પોર્ટસ બાઇકનો શોખ હોવાથી તે ચોર બન્યો હોવાની કબુલાત તેણે આપી હતી.
યુવકની અટકાયત કરવામાં આવી
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે ઠેકરનાથ ત્રણ રસ્તા પાસેથી સ્પોર્ટસ બાઇક પર જતા યુવકની અટકાયત કરવામાં આવી હતી. યુવકે પોતાનું નામ પ્રેમપારસ દેવેન્દ્રકુમાર પટેલ (ઉં. 29) (રહે. સાર્થક ઇરા, સરગાસણ, ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવક પાસેથી સ્પોર્ટસ બાઇકની માલિકી અંગે પુછપરછ કરી હતી. જેમાં તે કોઇ પણ સંતોષકારક જવાબ આપી શક્યો ન્હતો.
ગાંધીનગર જવા માટે બાઇકની જરૂર હતી
સાથે જ બાઇક અંગેના કોઇ આધાર પુરાવા રજુ કરી શક્યો ન્હતો. આખરે ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવતા યુવકે કબુલ્યું કે, તેને ગાંધીનગર જવા માટે બાઇકની જરૂર હતી, સાથે જ યુવકને સ્પોર્ટસ બાઇક ફેરવવાનો શોખ હતો. જેથી તેણે 24, મે ના રોજ સુસેન સર્કલ પાસેથી આ બાઇક ચોરી કરી હતી. આ મામલે માંજલપુર પોલીસ મથકમાં બાઇક ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું. આખરે યુવકની ધરપકડ કરીને તે અંગેની માંજલપુર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : ઘર આંગણે રમતી દિકરી કારના ટાયર નીચે કચડાઇ