VADODARA : SMC ની ટીમ પર હુમલો કરનાર માથાભારે હથકડીમાં કેદ
VADODARA : 27, ડિસેમ્બરના રોજ વડોદરાના દરજીપુરામાં દારૂના કટીંટ વેળાએ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા (LIQUOR MAFIA ATTACK ON STATE MONITORING CELL DURING RAID - VADODARA) હતા. આ દરોડામાં માથાભારે લિસ્ટેડ બુટલેગર ઝુબેર મેમણ અને તેના મળતિયાઓ દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદથી ફરાર ઝુબેર મેમણને આણંદ પાસેથી પકડી પાડવામાં આવ્યો (VADODARA CRIME BRANCH NABBED LISTED BOOTLEGGER) છે. જે બાદ તેને હથકડી બાંધીને ઘટના સ્થળે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
કરંટ છોડતી ફેન્સીંગ, ખુંખાર કુતરાઓ અને સીસીટીવીની જાળ બિછાવી
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો પર હુમલા બાદથી લિસ્ટેડ બુટલેગર ઝુબેર મેમણ ફરાર થયો હતો. બે દિવસ પહેલા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તેને આણંદના તારાપુર પાસેના ફાર્મા હાઉસમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસથી બચવા ઝુબેર મેમણે ફાર્મ હાઉસમાં ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવી હતી. ફાર્મહાઉસની દિવાલ પર કરંટ છોડતી ફેન્સીંગ, ખુંખાર કુતરાઓ અને સીસીટીવીની જાળ બિછાવવામાં આવી હતી. જો કે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણેય સ્તરો ભેદીને તેની ધરપકડ કરી હતી.
ઘટનાને પગલે સ્થાનિક પોલીસનું નાક કપાયું હતું
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોના દરોડા સમયે ઝુબેર અને તેના મળતિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાતના અંધારામાં હુમલો થતા સ્વબચાવમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસનું નાક કપાયું હતું. આ ઘટનામાં ઝુબેરની ધરપકડ બાદ તેને હથકડીમાં કેદ કરીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. હથકડીમાં કેદ માથાભારે બુટલેગરને હાથમાં હથકડી સાથે પોલીસ જાપ્તામાં જોતા જ વિસ્તારના લોકોમાં ઉત્સુકતા જાગી હતી.
આ પણ વાંચો --- VADODARA : ચકચારી ગુનામાં કન્વીક્શન રેટ વધારવા પોલીસ-વકીલનું 'સંકલન'