VADODARA : વિતેલા 4 મહિનામાં 8 મગરોના મોતથી ચિંતા
VADODARA : વડોદરામાં માનવ વસ્તી અને મગરો નજીક નજીકમાં વસવાટ કરે છે. વિતેલા 4 મહિનામાં નદીમાંથી તથા નદી કિનારેથી 8 મગરોના મૃતદેહ મળી આવતા ચિંતા વ્યાપી છે. ગતરોજ કમાટીબાગ પાસેથી વિશ્વામિત્રી નદીમાંથી મગરનો મૃતદેહ મળી આવ્યો છે. જેને પગલે વન વિભાગ અને ઝૂ ડાયરેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને મગરનો મૃતદેહ રેસ્ક્યૂ કરીને તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. (CROCODILE DEATH INCIDENT CREATES TENSION AMONG WILDLIFE LOVER AND THE ADMINISTRATION - VADODARA)
પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી
વડોદરામાં મગરો પર સંકટ તોળાઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વિતેલા 4 મહિનામાં શહેરમાં 8 મગરોના મોતની ઘટના સામે આવી છે. જેને પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી છે. તાજેતરમાં વડોદરાના કમાટીબાગમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે ઝૂ ડાયરેક્ટર અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મગરના મૃતદેહને રેસ્ક્યૂ કરીને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.
સાચી સ્થિતી તો આવનાર સમયમાં જ સ્પષ્ટ થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે આવેલા પૂરમાં મગરના બાસ્કીંગ પોઇન્ટ મોટાપાયે ધોવાયા હોવાનું પ્રાણી પ્રેમીઓનું કહેવું છે. બાસ્કીંગ પોઇન્ટ ધોવાઇ જતા મગરોને પડતી મુશ્કેલીઓના કારણે તેમનું મોત થતું હોવાનો એક અંદાજ છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીને ઉંડી અને પહોળી કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન મગરના બાસ્કીંગ પોઇન્ટ તબાહ ના થાય તે માટે પાલિકાનું તંત્ર યોગ્ય પગલાં લઇ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ સાચી સ્થિતી તો આવનાર સમયમાં જ સ્પષ્ટ થશે. જો મગરના અસ્તિત્વને બચાવવા માટે આજે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કદાચ ભવિષ્યમાં મોડું થઇ ગયું હશે.
આ પણ વાંચો --- VADODARA : પૂર્વ વિસ્તારમાં 9 દિવસમાં 2800 થી વધુ પાણીની ટેન્કરો મોકલાઇ