VADODARA : રેસ્ક્યૂ કરવા જતા મગર મોઢું ફાડીને સામે થયો, એક કલાકે સફળતા મળી
VADODARA : વડોદરા (VADODARA) ના આજવા નિમેટા પાસે આવેલા એક ખેતરમાં 8 ફૂટનો મોટો મગર (CROCODILE) આવી પહોંચતા સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રસર્યો હતો. આ મગરને રેસ્ક્યૂ (RESCUE) કરવા માટે સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના વોલંટીયર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વોલંટીયર્સે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરી હતી. જેનો અંદાજો મગરને આવતા તે તુરંત મોઢું ફાડીને તેમની સામે થયો હતો. જો કે, ત્યાર બાદ એક કલાકની મથામણના અંતે મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. મગરનું સલામત રેસ્ક્યૂ કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
એક ખેતરમાં મગર આવી ચઢ્યો
વડોદરામાં માનવ વસ્તી અને મગર નજીકમાં વસવાટ કરે છે. સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં મગર રહેણાંક વિસ્તારોની આસપાસમાં દેખાતા હોય છે. તે વચ્ચે વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ નથી છતાં મગર નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં શહેરના આજવા નિમેટા પાસે આવેલા એક ખેતરમાં મગર આવી ચઢ્યો હતો. મગરની હાજરી અંગે જાણ થતા આસપાસના લોકોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી હતી. બાદમાં આ અંગે મગરને રેસ્ક્યૂ કરવા માટે સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનને જાણ કરવામાં આવી હતી. રેસ્ક્યૂ કોલ મળતા જ ટીમના સભ્યો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
કલાક જેટલી મથામણ બાદ રેસ્ક્યૂ
મગરને રેસ્ક્યૂ કરવા જતા હોવાનો અંદાજો આવતા તેણે મોઢું ફાડીને રેસ્ક્યૂઅરની સામે થવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, તે બાદ સાવચેતી પૂર્વક મગરને ઘેરી લઇને એક કલાક જેટલી મથામણ બાદ તેનું રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. મગરને સલામત રીતે રેસ્ક્યૂ કર્યા બાદ તેને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. મગરનું રેસ્ક્યૂ કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો -- VADODARA : લૂંટ કેસની ગૂંચ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ, દિવાળી બોનસની માથાકુટ થતા ટીપ આપી હતી