Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડિજીટલ અરેસ્ટ કેસમાં 100 ટકા રકમ પરત અપાવતી સાયબર ક્રાઇમ પોલીસ

VADODARA : મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના લેન્ડ લાઇન નંબર પરથી બોલતા હોવાનું જણાવીને બાદમાં વીડિયો ગ્રાફી થકી ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું
vadodara   ડિજીટલ અરેસ્ટ કેસમાં 100 ટકા રકમ પરત અપાવતી સાયબર ક્રાઇમ પોલીસ
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના સાયબર ક્રાઇમ પોલીસ મથક (VADODARA CYBER CRIME POLICE STATION) માં ડિજીટલ અરેસ્ટ (DIGITAL ARREST) નો ગુનો નોંધાયો હતો. જે અનુસાર, ફરિયાદી તબિબનું કુરીયર બેંકોક જાય છે. અને તેમાં ગેરકાનુની વસ્તુઓ છે, તેમ જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના લેન્ડ લાઇન નંબર પરથી બોલતા હોવાનું જણાવીને બાદમાં વીડિયો ગ્રાફી થકી ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ સ્કાઇપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને વીડિયો ગ્રાફી થકી નિવેદનો લેવાનું ચાલુ રાખ્યું હતું. આ સાથે જ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના નામે લેટરો મોકલીને ડરાવી-ધમકાવીને ફરિયાદીને બાનમાં લેવામાં આવ્યા હતા.

100 ટકા રિકવરી કરીને ફરિયાદીને પરત આપવામાં આવી

ત્યાર બાદ ફરિયાદીના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ મળીને રૂ. 32.50 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા રૂ. 32.50 લાખની 100 ટકા રિકવરી કરીને ફરિયાદીને પરત આપવામાં આવી છે.

Advertisement

ચારની ધરપકડ

આ મામલાની તપાસમાં આરોપી ઇબનુસિયાદ પી. અબ્દુલ સલીમ (રહે. નવી મુંબઇ) (ધંધો - રીયલ એસ્ટેટ), અસરફ અલ્વી (રહે. નવી મુંબઇ) (ધંધો - રીયલ એસ્ટે), ધીરજલાલ લિંમ્બાભાઇ ચોથાણી (રહે. અમદાવાદ) (ધંધો - નિવૃત્ત) અને પ્રિન્સ મહેશભાઇ રવીપરા (રહે. કામરેજ, સુરત) (ધંધો - અભ્યાસ) ની ધરપકડ કરી છે.

Advertisement

કેવી રીતે ચાલતો હતો ગોરખધંધો

આરોપી ઇબનુસિયાદ અબ્દુલ સલીમ અને અસલફ વલ્વી કંપનીના ડાયરેક્ટર છે. જેમણે કંપનીના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. અને તે બેંક એકાઉન્ટ વેચીને પોતાનો આર્થિક લાભ મેળવતા હતા. આ બેંક ખાતામાં ફરિયાદીએ રૂ. 7.50 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આ બેંક ખાતા પર 130 જેટલી ફરિયાદ એસીસીઆરપી પોર્ટલ પર કરવામાં આવી છે.

ધીરજલાલ ચોથાણીએ પોતાનું કમિશન મેળવ્યું

ફરિયાદીએ જે બેંક ખાતામાં રૂ. 7.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તેના ખાતામાંથી રૂ. 5.47 લાખ ધીરજલાલ ચોથાણીના બેંક ખાતામાં જમા થયા હતા. જેમાં સહઆરોપી પ્રિન્સ રવીપરાએ થર્ડ પાર્ટી યુએસડીટી વેચીને ટ્રાન્સફર કરાવ્યા હતા. જૈ પૈસા આરોપી ધીરજલાલ ચોથાણીએ ઉપાડીને પોતાનું કમિશન મેળવ્યું હતું.

આ પણ વાંચો -- VADODARA : અગોરા મોલને રૂ. 711 કરોડનું દેવું, ઇ-ઓક્શનની પ્રક્રિયા શરૂ

Tags :
Advertisement

.

×