Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડોદરા સાયબર ક્રાઇમને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ એનાયત

VADODARA : વિવિધ પ્રકારે સાયબર ગઠિયાઓની માયાજાળનો ભોગ બનેલા લોકો માટે ઇન્સન્ટ સાયબર સહાયતા ડેસ્ક શરૂ કરવામાં આવી છે
vadodara   વડોદરા સાયબર ક્રાઇમને પ્રતિષ્ઠિત skoch એવોર્ડ એનાયત
Advertisement

VADODARA : વડોદરા શહેર પોલીસના સાયબર ક્રાઇમ વિભાગ (VADODARA CITY POLICE - CYBER CRIME DIVISION) ના ઇન્સન્ટ સાયબર સહાયતા ડેસ્ક (INSTANT CYBER SAHAYATA DESK) ને દેશનો પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડરૂપી સરાહના કરવામાં આવતા બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇન્સન્ટ સાયબર સહાયતા ડેસ્ક મારફતે આશરે 5 હજારથી વધુ શહેરીજનોએ મદદ મેળવી હોવાનું હાલ સપાટી પર આવવા પામ્યું છે.

5 હજાર થી વધુ શહેરીજનો દ્વારા સુવિધાનો લાભ લેવામાં આવ્યો

સાયબર ક્રાઇમનો ભોગ બનેલા પીડિતો માટે શહેરનું સાયબર ક્રાઇમ પોલીસ મથક (VADODARA CYBER CRIME POLICE STATION) મહત્વનો સહારો છે. સમય સાથે સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા વિવિધ પ્રકારે સાયબર ગઠિયાઓની માયાજાળનો ભોગ બનેલા લોકો માટે ઇન્સન્ટ સાયબર સહાયતા ડેસ્ક શરૂ કરવામાં આવી છે. જેમાં નાણાંકિય નુકશાન, ફોન હેક, ફેક ઇમેજ-વીડિયો, ઓનલાઇન હેરેસમેન્ટ, બુલીંગ વગેરે ઘટનાઓનો ભેગ બનેલા 5 હજાર થી વધુ શહેરીજનો દ્વારા આ સુવિધાનો લાભ લેવામાં આવ્યો છે.

Advertisement

ગુજરાત પોલીસને અગાઉ પણ એવોર્ડ મળ્યા છે

આ કામગીરીને બિરદાવતો વર્ષ 2024 નો સ્કોચ એવોર્ડ (સિલ્વર) સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, વડોદરાને એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસને અગાઉ વર્ષ 2019 માં SASGUJ અને વર્ષ 2022 માં TRINETRA : A STATE LEVEL COMMAND AND CONTROL CENTER પ્રોજેક્ટ માટે એવોર્ડ મળી ચુક્યા છે.

Advertisement

દેશના અગ્રણી સંસ્થાનું સન્માન

અત્રે ઉલ્લેખનીય છએ કે, સ્કોચ એવોર્ડ ભારતમાં સુશાસન માટે કામ કરતા લોકો, પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓના સારા કાર્યને બિરદાવે છે. સંસ્થાની સ્થાપના વર્ષ 2003 માં કરવામાં આવી છે. અને તેને દેશના અગ્રણી સન્માનોમાંથી એક ગણવામાં આવે છે.

આ પણ વાંચો -- VADODARA : ટ્રાફિક પોલીસ સ્થળ પર જ દંડની વસુલાત કરશે, POS મશીનથી સજ્જ

Tags :
Advertisement

.

×