Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કંપની સંચાલકના ફોટોના સહારે રૂ. 69 લાખની ઠગાઇ

VADODARA : વડોદરા (VADODARA) માં ચોંકાવનારો સાયબર ફ્રોડ (CYBER FRAUD) નો કિસ્સો પોલીસ ચોપડે નોંધાવવા પામ્યો છે. સાયબર ગઠિયાએ સોશિયલ મીડિયા મેસેન્જર એપ પર કંપની માલિકનો ફોટો અને નામનું એકાઉન્ટ બનાવીને મોટી રકમ પડાવી છે. ગઠિયાએ વધુ પૈસાની માંગણી કરતા...
vadodara   કંપની સંચાલકના ફોટોના સહારે રૂ  69 લાખની ઠગાઇ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ચોંકાવનારો સાયબર ફ્રોડ (CYBER FRAUD) નો કિસ્સો પોલીસ ચોપડે નોંધાવવા પામ્યો છે. સાયબર ગઠિયાએ સોશિયલ મીડિયા મેસેન્જર એપ પર કંપની માલિકનો ફોટો અને નામનું એકાઉન્ટ બનાવીને મોટી રકમ પડાવી છે. ગઠિયાએ વધુ પૈસાની માંગણી કરતા ફરિયાદીને તેના પર શંકા ગઇ હતી. બાદમાં આ મામલે બેંક એકાઉન્ટ ધારક અને મોબાઇલ ધારક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરૂરીયાત રહેશે

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ (VADODARA CYBER CRIME POLICE STATION) મથકમાં સંજય ગોપીવલ્લભ ભટ્ટાચાર્યએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ અંકુર સાયન્ટિફીક એનર્જી ટેક્નોલોજીસ પ્રા. લી. કંપનીમાં સિનિયર મેનેજર એકાઉન્ટ તરીકે કામ કરે છે. 17, ઓક્ટોબરના રોજ તેઓ કંપનીની ઓફીસે હાજર હતા. દરમિયાન અજાણ્યા નંબર પરથી વોટ્સએપ આવ્યો હતો. જેમાં કંપનીના માલિક અંકુર જૈનનો ફોટો હતો. અને તેનું નામ પણ અંકુર જૈન તરીકે ડિસ્પ્લે થતું હતું. મેસેજમાં જણાવ્યું કે, આ તેઓનો નવો મોબાઇલ નંબર છે. અને તેઓ હાલ સરકારી કર્મચારી જોડે મીટિંગમાં છે. તેઓને કંપનીના નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરૂરીયાત રહેશે. આ સાથે જ બેંક એકાઉન્ટનું બેલેન્સ જાણાવવા કહ્યું હતું.

Advertisement

તેઓ મીટિંગમાં છે. અને ડોક્યૂમેન્ટ્સ પછી આપી દેશે

જેથી ફરિયાદીએ પુછ્યું કે, પૈસા ટ્રાન્સફર કરી આપીશું. પરંતુ પૈસા કયા કારણોસર જોઇએ છે સર ? બાદમાં આરોપીએ મેસેજ કર્યો કે, તેઓ મીટિંગમાં છે. અને ડોક્યૂમેન્ટ્સ પછી આપી દેશે. અત્યારે પ્રોજેક્ટ ના કોન્ટ્રાક્ટ પેટે રૂ. 69 લાખ ટ્રાન્સફર કરવાના થશે. બાદમાં આરોપીએ બેંક ખાતાની વિગતો મોકલી હતી. જેથી ફરિયાદીને વિશ્વાસ આવી જતે તેમણે બે ટ્રાન્ઝેક્શનથી કુલ રૂ. 69 લાખ જમા કરાવ્યા હતા. ત્યાર બાદ આરોપીએ વધુ પૈસાની માંગણી કરતા ફરિયાદીને તેના પર શંકા ગઇ હતી. બાદમાં ફોન કરીને ચકાસણી કરતા વોટ્સએપમાં માલિકનો ફોટો લગાડીને ફ્રોડ થયું હોવાનું ફલિત થયું હતું.

Advertisement

બે સામે ફરિયાદ

આખરે ઉપરોક્ત મામલે મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબરના આધારે ગઠિયાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ ગઠિયાઓને દબોચી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો -- VADODARA : સગીરા પર દુષ્કર્મના આરોપી સ્વામી જગતપાવન દાસની મુશ્કેલીઓ વધી

Tags :
Advertisement

.

×