VADODARA : હેલ્મેટ પહેરવા અંગે આનાકાની કરતા લોકો સાયકલ સવાર પાસેથી શીખે
VADODARA : વડોદરા (VADODARA) માં ટુ વ્હીલર પર હેલ્મેટ (HEMLET) ના નિયમનું પાલન કરાવવા માટે શહેર ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા અસંખ્ય પ્રયત્નો કરવામાં આવે છે. છતાંય લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. ત્યારે સાંજના સમયે અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર સાયકલ લઇને ફરતા જાગૃત નાગરિક લોકોની નજરે પડે છે. સાયકલ પર હેલ્મેટ પહેરીને જવા અંગે તેમને પુછતા તેમણે જણાવ્યું કે, હેલ્મેટ પોતાની સેફ્ટી મારે પહેર્યું છે. એક્સીડન્ટ થાય, પડી જવાય તેની સામે રક્ષણ મળે તે માટે હેલ્મેટ પહેર્યું છે. જે લોકો હેલ્મેટ પહેરવા માટે કોઇ કારણ આગળ ધરીને સીધી જ ના પાડી દે છે. તેમણે સાયકલ ચાલક અને જાગૃત નાગરિક જોડથી શીખવું જોઇએ.
સેફ્ટી માટે સાયકલ પર પણ હેલ્મેટ પહેરીને નીકળે છે
વડોદરામાં ટુ વ્હીલર ચાલકો હેલ્મેટની અવગણના કરી રહ્યા છે. હેલ્મેટના નિયમનું સુસ્તપણે પાલન થાય તે માટે વડોદરામાં ટ્રાફીક પોલીસ સ્પેશિયલ ડ્રાઇવ પણ કરી રહી છે. પરંતુ લોકો પર તેની ખાસ અસર જોવા મળતી નથી. અને લોકો બેદરકારી પૂર્વક વગર હેલ્મેટે નિકળી પડે છે. ત્યારે વડોદરામાં એક એવા જાગૃત નાગરિક પણ છે, તે પોતાની સેફ્ટી માટે સાયકલ પર પણ હેલ્મેટ પહેરીને નીકળે છે. તેમણે અન્યને સંદેશો આપતા જણાવ્યું કે, ખરેખર બધાયે હેલ્મેટ પહેરવું જોઇએ. હેલ્મેટ પોતાની સેફ્ટી માટે જ છે. સરકારે કાયદો કાઢ્યો તે બરાબર જ છે.
સરકારે કાયદો કાઢ્યો તે બરાબર જ છે
સાયકલ ચાલક મહેશભાઇ માછીએ જણાવ્યું કે, હેલ્મેટ પોતાની સેફ્ટી મારે પહેર્યું છે. એક્સીડન્ટ થાય, પડી જવાય તેની સામે રક્ષણ મળે તે માટે હેલ્મેટ પહેર્યું છે. હું બાઇક પર પણ હંમેશા હેલ્મેટ પહેરીને જ ચલાવું છું. હું ઘરની બહાર સાયકલ અથવા તો બાઇક પર હેલ્મેટ પહેરીને જ નીકળું છું. જે લોકો હેલ્મેટ નથી પહેરતા, તે તેમની સમજ છે. પણ ખરેખર બધાયે હેલ્મેટ પહેરવું જોઇએ. હેલ્મેટ પોતાની સેફ્ટી માટે જ છે. સરકારે કાયદો કાઢ્યો તે બરાબર જ છે, પરંતુ કોઇ કારણોસર લોકોના મગજમાં બેસતું નથી.
આ પણ વાંચો -- VADODARA : સગીરા પર દૂષ્કર્મના આરોપીને આજીવન કેદ


