VADODARA : કુબેર ભંડારી મંદિરમાં પુજારીના સહપરિવાર ધરણાં
VADODARA : વડોદરા પાસે આવેલા ડભોઇના વિશ્વવિખ્યાત કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટીઓ વચ્ચેનો વિવાદ વકર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટીઓ વચ્ચેની ભાંજગડ દરમિયાન શ્રી કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની દાનપેટી મંદિરમાંથી હટાવી લેવામાં આવી હતી અને જુના પુજારીને કાઢી મુકવામાં આવ્યા હતા. આ ઘટનામાં કાઢી મુકાયેલા પુજારી દ્વારા આજે મંદિર પરિસરમાં ધરણાં પર બેસીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જેને પગલે મંદિરનું વાતાવરણ તંગ બને તો નવાઇ નહીં. તાજેતરમાં શનિ અમાવસ્યાના દિવસે ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મંદિરના મહંત સાથે મળીને મંદિરના ના દ્વારા ખોલ્યા હતા. અને શાંતિપૂર્ણ રીતે મામલાનો ઉકેલ આવે તેવો વિશ્વાસ આપ્યો હતો. (KUBER BHANDARI TEMPLE PRIEST ON STRIKE - DABHOI, VADODARA)
11 એપ્રીલ સુધી વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો
વડોદરા જિલ્લાના ડભોઇમાં આવતા કુબેર ભંડારી મંદિરના શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટમાં બે ટ્રસ્ટીઓ સામે ત્રણ ટ્રસ્ટીઓએ મોરચો માંડ્યો છે. મામલો ચેરિટી કમિશનર સુધી પહોંચતા સંમતિ વિના મનસ્વી વહીવટ નહીં કરવા તેમજ નાણાંકિટ ગેરવહીવટ અંગે સંયુક્ત ચેરિટી કમિશનરે 11 એપ્રીલ સુધી વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ વચ્ચે તાજેતરમાં પંચાયતી અખાડા સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના કર્મચારીઓને જુના યુનિફોર્મ ઉતારાવડાવીને પંચાયતી અખાડાના યુનિફોર્મ પહેરાવ્યા હતા.
પેઢીઓથી તેમનો પરિવાર મંદિરમાં સેવાપુજા કરી રહ્યો છે
આ સાથે જ મંદિમાં વર્ષોથી સેવાપુજા કરતા મંદિરના બે પુજારીને રાતોરાત કાઢી મુકાયા હતા. અને તેમના સ્થાને નવા પુજારીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઘટનાને બે દિવસ વિતી ગયા બાદ આજે કાઢી મુકાયેલા પુજારી તેમના પરિવાર સાથે મંદિર પરિસરમાં ધરણઆ કરી રહ્યા છે. અને પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, પેઢીઓથી તેમનો પરિવાર મંદિરમાં સેવાપુજા કરી રહ્યો છે. અને તાજેતરમાં તેમને એકાએક કાઢી મુકવામાં આવ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : શહેરમાં UCC ના વિરોધમાં બેનર લાગ્યાની તસ્વીરો વાયરલ