Vadodara: ડબકા ગામે જોખમી પાણીની ટાંકી તોડી પડાઈ, પડી જવાના ભયના કારણે નિર્ણય
વડોદરાના પાદરા તાલુકાના ડબકા ગામે જર્જરીત થઈ ગયેલી અને જોખમી બનેલી પાણીની ટાંકીને ગ્રામ પંચાયત દ્વારા તોડી પાડવામાં આવી છે. ટાંકીમાં મોટી તિરાડો પડવાથી અને પોપડા ખરી રહ્યા હોવાથી ગ્રામજનો માટે તે જોખમી બની હતી. આખરે આજે એક ધડાકા સાથે આ વિશાળ ટાંકીને સુરક્ષિત રીતે જમીનદોસ કરવામાં આવી હતી.
Advertisement
Vadodara Water Tank Demolition: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે આજે એક મોટી દુર્ઘટના ટળી છે. ગ્રામજનો માટે જોખમી બની ગયેલી પાણીની જર્જરીત ટાંકીને આખરે ગ્રામ પંચાયત દ્વારા સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી હતી. આ ટાંકી વર્ષો જૂની હોવાથી તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તે ગમે ત્યારે પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી હતી.

