ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ખુલ્લી કાંસ, દુર્ગંધ અને મચ્છરોના ત્રાસ સામે દંતેશ્વરમાં વિરોધ

VADODARA : છેલ્લા ઘણા સમયથી નજીકમાંથી પસાર થતી ખુલ્લી કાંસમાં વહેતા ગટરના પાણીની તિવ્ર દુર્ગંધથી દર્શનમ એન્ટીકાના રહીશો પરેશાન છે
11:39 AM Mar 23, 2025 IST | PARTH PANDYA
VADODARA : છેલ્લા ઘણા સમયથી નજીકમાંથી પસાર થતી ખુલ્લી કાંસમાં વહેતા ગટરના પાણીની તિવ્ર દુર્ગંધથી દર્શનમ એન્ટીકાના રહીશો પરેશાન છે

VADODARA : વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં 777 મકાનો ધરાવતી જાણીતી સોસાયટીના રહીશોએ પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો છે. સોસાયટી નજીકથી પસાર થતી ખુલ્લી કાંસમાં ગટરના પાણી ભળતા તેમાંથી તિવ્ર દુર્ગંધ આવી રહી છે, તેની સાથે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાને પગલે સ્થાનિક રહીશો પરેશાન બન્યા છે. અને એકત્ર થઇનો પોતાનો વિરોધ નોંધાવયો છે. આ બાદ પણ જો સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ નહીં આવે તો પાલિકાની કચેરીએ મોટી સંખ્યામાં પહોંચીને ઉગ્ર વિરોધ દર્શાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. (DANTESHWAR SOCIETY PEOPLE OPPOSE OVER ISSUE OF OPEN DRAINAGE CHANNEL, BAD SMELL AND MOSQUITO - VADODARA)

એકત્ર થઇને એકસૂરે વિરોધ નોંધાવ્યો

વડોદરાના દંતેશ્વમાં આવેલી દર્શનમ એન્ટીકામાં 777 મકાનો આવેલા છે. જેમાં ત્રણ હજારથી પણ વધુ લોકો રહે છે. છેલ્લા ઘણા સમયથી સોસાયટી નજીકમાંથી પસાર થતી ખુલ્લી કાંસમાં વહેતા ગટરના પાણીની તિવ્ર દુર્ગંધથી રહીશો પરેશાન છે. આ સાથે જ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આ તમામ સમસ્યાઓથી ત્રસ્ત નાગરિકોએ તાજેતરમાં એકત્ર થઇને એકસૂરે આ વાતનો વિરોધ નોંધાવ્યો હતો. અને આ બાદ પણ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં પાલિકાની કચેરીએ જઇને ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

સોસાયટીમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા

સ્થાનિકોનું કહેવું છે કે, ઘણા વર્ષેથી આ સમસ્યા છે. ખાસ કરીને ચોમાસામાં વધારે પરેશાની થાય છે. ખુલ્લી વરસાદી કાંસના કારણે ડ્રેનેજના પાણી ચોમાસામાં સોસાયટીમાં ધૂસી જાય છે. ગત વર્ષે સોસાયટીમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. આ સાથે જ પીવાના પાણીની પણ સમસ્યા છે. મ્યુનિસિપલ કમિશનર સુધી છેક રજુઆત કર્યા બાદ પણ કોઇ સાંભળતું નથી. જેથી નિયમીત પાલિકાનો વેરો ભરતા નાગરિકો હવે સમસ્યાનો કાયમી ઉકેલી માંગી રહ્યા છે.

આ પણ વાંચો --- VADODARA : રોડ પરના જોખમી કટ અંગેનો રિપોર્ટ સોંપાયો, 25 સ્થળે કાર્યવાહી

Tags :
andchanneldanteshwardrainageGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsissuemosquitoopenOPPOSEOtheroverPeopleVadodara
Next Article