VADODARA : દંતેશ્વરમાં જાહેર શૌચાલયના બાંધકામનો વિરોધ, સ્થાનિકોમાં રોષ
VADODARA : વડોદરા (VADODARA) ના દંતેશ્વર તળાવ પાસેથખી રેલવે ડીઆરએમ ઓફિસ તરફ જતા નવા શૌચાલય (PUBLIC TOILET CONSTRUCTION OPPOSE - VADODARA) ના બાંધકામનો વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો અહિંયા શૌચાલય બનશે તો તેમની મુશ્કેલીઓમાં વધારો થશે. જેથી તેઓ આ વાતનો વિરોધ કરી રહ્યા છે. આ અગાઉ પણ વિસ્તારમાં અસામાજિત તત્વોનો આતંક હતો. શૌચાલય બન્યા બાદ તે ફરી શરૂ થવાની દહેશત સ્થાનિકોને સતાવી રહી છે. આજે સવારે પાલિકાનું જેસીબી અહિંયા સ્થળ પર આવ્યું હતું. અને તેમના દ્વારા સ્થળ પર માર્કિંગ કરવામાં આવ્યું હતું.
પરમ દિવસે ચૂનો નાખીને ડિમાર્કેશન કરવામાં આવ્યું
સ્થાનિકોએ જણાવ્યું કે, અમારો દંતેશ્વરનો ડીઆરએમ ઓફિસ પાસેનો વિસ્તાર છે. અહિંયા નવીન સુલભ શૌચાલય બની રહ્યું છે. તે બને છે સારી વાત છે. જ્યાં લોકોની વસ્તી વધારે હોય ત્યાં બનાવો. આ તો અમારી સોસાયટીની સામે બનાવી રહ્યા છે. અહિંયા ગટરના પાણી ઉભરાતા રહે છે. તેમણે આગળ જઇને બનાવવું જોઇએ. અમે અગાઉ આ અંગેની વાંધા અરજી પણ પાલિકામાં રજુ કરી હતી. અમારી સોયાયટીમાં 100 જેટલા પરિવારો રહે છે. પરમ દિવસે ચૂનો નાખીને ડિમાર્કેશન કરવામાં આવ્યું છે.
નિલેશસિંહ રાઠોડે કામ રોકાવ્યું હતું
અધિકારીઓ તેમની વાત પરથી હટવા તૈયાર નથી, તેઓ અમારી વાત સાંભળવા તૈયાર નથી. આજે સવારે જેસીબી ખોદકામ કરવા માટે આવ્યું હતું. અને કોર્પોરેટરને બે-ત્રણ વખત રજુઆત કરી છે. તેઓ પરમદિવસે આવીને ગયા હતા. કોર્પોરેટર જ્યારથી ચૂંટાઇને આવ્યા ત્યારથી એક પણ દિવસ અમારા સુધી નથી આવ્યા. ખાલી ફોન પર જ વાત થાય છે. અમે પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડને પણ જાણ કરી હતી. તેમણે આ કામ રોકાવ્યું હતું.
અહીંયા શૌચાલય બનાવશે તો વધુ ગંદકી થશે
સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, શૌચાલય બને તો ગંદકીની સમસ્યા વકરે છે. ચોમાસામાં તો ગટરો ઉભરાય છે. તેનું કોઇ સમાધાન આવ્યું નથી. અહીંયા શૌચાલય બનાવશે તો વધુ ગંદકી થશે. અન્ય દુષણો પર ચાલુ થઇ શકે છે.
આ પણ વાંચો -- VADODARA : કડકડતી ઠંડીમાં SSGHના દર્દીઓના સગાને પુઠ્ઠા અને ધાબળા માત્રનો સહારો


