VADODARA : ખોદકામથી થતા ટ્રાફિકથી બચવા DEO નું મહત્વનું સૂચન
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા કરેલા ખોદકામના કારણે ટ્રાફિકની સમસ્યા (ROAD WORK IN PROGRESS CREATED TRAFFIC JAM - VADODARA) સર્જાઇ રહી છે. આ સમસ્યાને પગલે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સંભવિત અટવાય તે પહેલા જ ડીઇઓ દ્વારા તેમને સતર્ક કરી દેવામાં આવ્યા છે. ડીઇઓએ જણાવ્યું કે, ખોદકામના કારણે ટ્રાફિક જામ થતો હોવાથી પરીક્ષા આપવા માટે અડઘો કલાક વહેલું નીકળવું હિતાવહ છે. (BOARD EXAM STUDENT ADVISED TO LEFT HOME EARLY DUE TO TRAFFIC JAM ISSUE - VADODARA) અત્રે ઉલ્લેખનીય છે કે, આવતી કાલ 27, ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. અને તે માટે આજે 26, ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીઓ-વાલીઓ શાળામાં બેઠક વ્યવસ્થા જોઇ શકે તેે માટે બપોરે 3 - 5 સુધી શાળા ખુલ્લી રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે.
આવતી કાલથી વડોરદરામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે
વડોદરામાં વિવિધ કારણોસર વર્ષભર રોડ પર ખોદકામ, પૂરાણ સહિતના કામો ચાલતા હોય છે. જેને પગલે ટ્રાફિકની સમસ્યા વડોદરાવાસીઓ માટે કોઇ નવી વાત નથી. ત્યારે તાજેતરમાં શહેરમાં અનેક વિસ્તારોમાં રોડ પર વારંવાર મસમોટા ભૂવા પડવાના કારણે અથવા તો પાણી-ડ્રેનેજની લાઇન નાંખવા તથા ઓવર બ્રિજના કારણે રસ્તા પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ વચ્ચે આવતી કાલથી વડોરદરામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.
બપોરે 3 - 5 દરમિયાન વિદ્યાર્થી-વાલીઓ શાળામાં બેઠક વ્યવસ્થા જોઇ શકશે
બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને ટ્રાફિક જામમાં મુશ્કેલી ના પડે તે માટે ઇન્ચાર્જ ડીઇઓ દ્વારા અડધો કલાક વહેલા નીકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. આજે બપોરે 3 - 5 દરમિયાન વિદ્યાર્થી-વાલીઓ શાળામાં બેઠક વ્યવસ્થા જોઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે શિવરાત્રી નિમિત્તે રજા છે. પરંતુ આવતી કાલથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી-વાલીઓને સુગમતા રહે તે હેતુથી આજે બે કલાક માટે શાળા ખુલ્લી રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : ધ્વનિ પ્રદુષક 73 મોડીફાઇડ સાયલન્સરનો કચ્ચરઘાણ


