VADODARA : અંતિમ યાત્રાની બાજુમાંથી પસાર થવા જતા બાઇક ચાલકની ધુલાઇ
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) વિસ્તારમાં અંતિમ યાત્રાની બાજુમાંથી પસાર થવા જતા સ્થાનિકોએ બાઇક ચાલકની ધુલાઇ કરી દીધી છે. આખરે મામલે પોલીસ મથક પહોંચ્યો છે. અને બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
વાહન નીકળી જાય તેટલી જગ્યા હોવાથી તેઓ બાઇક કાઢવાનો પ્રયાસ
ડેસર પોલીસ મથકમાં રાજેન્દ્ર કુમાર રોહીતએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 26, ઓક્ટોબરના રોજ તેઓ તેમના ભાઇ સાથે કામ અર્થે ડેસર ગયા હતા. દરમિયાન ભાગોળ તળાવ પાસે કોઇનું મૃત્યુ થતા ત્રણ ટ્રેક્ટર ઉભા હતા. અને તેમાં જતી સ્મશાન યાત્રામાં ભાગ લેવા માટે લોકો તેમાં ચઢતા હતા. બે ટ્રેક્ટર વચ્ચેથી વાહન નીકળી જાય તેટલી જગ્યા હોવાથી તેઓ બાઇક કાઢવાનો પ્રયાસ કરવા ગયા હતા. તેવામાં રમેશ પરમાર નામની વ્યક્તિએ રોકીને ગાળો સંભળાવી દીધી હતી. અને કહ્યું કે, અહિંયાથી કોઇએ નીકળવાનું નથી.
તો તેમના કાપી નાંખીને ઝીણા ઝીણા ટુકડા કરી દઇશું
જેથી ફરિયાદીએ કહ્યું કે, મારા પિતાની તબિયત ખરાબ છે. મારે વ્હેલું જવું પડશે. જેથી બોલાચાલી થઇ હતી. તેવામાં કેયુર પંડિત નામનો શખ્સ તેમની પાસે આવીને બાઇક પાછળ બેઠેલા શખ્સને ફેંટ મારી દીધી હતી. બાદમાં નામ વગેરે જણાવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફરિયાદીના પિતાને આ અંગેની જાણ થતા તેઓ ભાગોળ આવ્યા હતા. દરમિયાન ફરિયાદી અને તેમના પિતાને બંનેએ માર માર્યો હતો. અને તેમને ધમકી આપતા કર્યું કે, હવે તારા છોકરાઓ ડેસર ગામમાં આવશે, તો તેમના કાપી નાંખીને ઝીણા ઝીણા ટુકડા કરી દઇશું. આ ઘટનામાં ફરિયાદી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ સારવાર અર્થે ગયા હતા. આખરે ઉપરોક્ત મામલે રમેશ પરમાર અને કેયુર પંડિત (બંને રહે. ડેસર, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : લૂંટ કેસની ગૂંચ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ, દિવાળી બોનસની માથાકુટ થતા ટીપ આપી હતી


