ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : રિવર્સ લેતા ડમ્પર નીચે કચડાતા ક્વોરી માલિકે દમ તોડ્યો

VADODARA : વાહનમાં લોડ કરેલી કપચી ઓછી હોવાનું ધ્યાને આવતા તેણે વધુ કપચી ભરવા માટે પોતાનું ડમ્પર વજનકાંટા પરથી પુર ઝડપે રિવર્સમાં લીધું
12:59 PM Mar 02, 2025 IST | PARTH PANDYA
VADODARA : વાહનમાં લોડ કરેલી કપચી ઓછી હોવાનું ધ્યાને આવતા તેણે વધુ કપચી ભરવા માટે પોતાનું ડમ્પર વજનકાંટા પરથી પુર ઝડપે રિવર્સમાં લીધું

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડેસર પોલીસ મથક વિસ્તારમાં એકતા મેટલ ક્વોરી આવેલી છે. તાજેતરમાં ક્વોરીમાં ડમ્પર રિવર્સ લઇ રહ્યું હતું. તે દરમિયાન ચાલકની ગફલતથી આધેડ ડમ્પર નીચે આવી જતા કચડાયા હતા. અને તેમના પર ડમ્પર ફરી વળ્યું હતું. અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ છોડીને નાસી છુટ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક ક્વોરીના માલિક છે, અને તેઓ ચાલવા નીકળ્યા હતા, દરમિયા આ કરૂણ ઘટના સર્જાઇ હતી. (MAN LOST LIFE DURING REVERSE IN METAL QUARRY - DESAR, VADODARA)

પાછળ કોઇ છે કે કેમ તે વાતની કોઇ ખરાઇ કરી ન્હતી

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ગ્રામ્યમાં આવતા ઉદલપુર ગામની સીમમાં એકતા મેટલ ક્વોરી આવેલી છે. તાજેતરમાં એક ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને કપચીનું વજન કરાવતો હતો. દરમિયાન તેના વાહનમાં લોડ કરેલી કપચી ઓછી હોવાનું ધ્યાને આવતા તેણે વધુ કપચી ભરવા માટે પોતાનું ડમ્પર વજનકાંટા પરથી પુર ઝડપે રિવર્સમાં લીધું હતું. રીવર્સ લેતા સમયે તેણે પાછળ કોઇ છે કે કેમ તે વાતની કોઇ ખરાઇ કરી ન્હતી.

ચાલક સ્થળ પર જ પોતાનું વાહન મુકીને નાસી છુટ્યો

જેથી પુર ઝડપે રિવર્સ લેતા ડમ્પરની ઝડપે સ્થળ પરથી પસાર થતા યામીન અબ્દુલરહીમ ધંત્યા (ઉં. 59) (રહે. ગોધરા, શેખ મજાવર રોડ, ઇકબાલ ગર્લ્સ સ્કુલની પાછળ, ગોધરા) ને અડફેટે લીધા હતા. અને જોતજોતામાં તેઓના પર ડમ્પર ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. સ્થાનિકોનો રોષ પારખીને અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક સ્થળ પર જ પોતાનું વાહન મુકીને નાસી છુટ્યો હતો. મૃતકના પરિજનો અને પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. ઉપરોક્ત મામલે ફરિયાદી ખાલીદ એહમદ કંજરીયા (રહે. ગોધરા) એ અકસ્માત સર્જનાર ડમ્પરના નંબરના આધારે અજાણ્યા ચાલક સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપીને દબોચવા માટેની કાર્યવાહી તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : વેરા વસૂલાતના ટાર્ગેટ સુધી પહોંચવા પાલિકા પાસે ઓછો સમય

Tags :
afterDesarDumperduringGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsLifelostmanoverreverserunVadodara
Next Article