Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સગીરાને ભગાડી જનાર સામે પોક્સો હેઠળ ફરિયાદ

VADODARA : વડોદરા (VADODARA) ના ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) માં પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે. જેમાં આરોપી દ્વારા 16 વર્ષિય સગીરાને બહેલાવી ફોસલાવીને શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે ભગાડી લઇ જઇને અપહરણ કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે....
vadodara   સગીરાને ભગાડી જનાર સામે પોક્સો હેઠળ ફરિયાદ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) માં પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે. જેમાં આરોપી દ્વારા 16 વર્ષિય સગીરાને બહેલાવી ફોસલાવીને શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે ભગાડી લઇ જઇને અપહરણ કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સગીરા તથા આરોપીને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. 14 ઓક્ટોબર બાદથી પરિવારની દિકરી અને નરાધમનો કોઇ પત્તો નહીં લાગતા આખરે મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આસપડોશમાં તપાસ કરતા કોઇ પત્તો લાગ્યો ન્હતો

વડોદરા પાસે આવોલા ડેસર પોલીસ મથક વિસ્તારમાં 16 વર્ષિય સગીરા પોતાના પરિવાર સાથે રહેતી હતી. 14, ઓક્ટોબર સાંજે 6 વાગ્યા પહેલાના કોઇ સમયે તેને આરોપી નરેન્દ્રકુમાર પરમાર ભગાડી ગયો હતો. શરૂઆતમાં દિકરીની કોઇ ભાળ નહીં મળતા પરિવારે આસપડોશમાં તે અંગેની તપાસ કરી હતી. છતાં કોઇ પત્તો લાગ્યો ન્હતો. બાદમાં શંકાના દાયરામાં રહેલ શખ્સ નરેન્દ્રકુમાર પરમાર (રહે. ડેસર) ને ત્યાં તપાસ કરતા તે પણ મળી આવ્યો ન્હતો.

Advertisement

સગીરાના પિતાએ આરોપી સામે ગુનો નોંધાવ્યો

જે બાદ પણ પરિવારી દિકરીની શોધખોળ ચાલુ રાખી હતી. આખરે આરોપી દ્વારા સગીરા હોવાની જાણ છતાં તેને બહેલાવી ફોસલાવીને શારીરિક સંબંધ બાંધવાના ઇરાદો ભગાડી જઇ અપહરણ કરવાનો મામલો ડભોઇ પોલીસ મથક પહોંચ્યો છે. સગીરાના પિતાએ આરોપી સામે પોક્સો સહિતની કલમો હેઠળ ડેસર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. જે બાદ પોલીસે બંનેની શોધખોળ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. આ મામલે પોલીસ કેટલા સમયમાં સગીરાને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરાવે છે, તે જોવું રહ્યું.

Advertisement

સાવલી સર્કલના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપાઇ

પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ મામલાની તપાસ સાવલી સર્કલના પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. રાઠવાને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : જુની વાતની રીસ રાખીને પ્રેમીકા પર લાકડાના ફટકા ઝીંકતા મોત

Tags :
Advertisement

.

×