ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : જિલ્લાની શાળાના 9 ગુલ્લેબાજ શિક્ષકોની નોકરી સમાપ્ત

VADODARA : તાજેતરમાં રાજ્યભરમાં ગુલ્લેબાજ શિક્ષકોનો મુદ્દે ભારે ઉઠળ્યો હતો. તે બાદ વડોદરા (VADODARA) જિલ્લા પંચાયત વિભાગના 9 શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની વાત ધ્યાને આવી હતી. બાદમાં જિલ્લા પંચાયત દ્વારા તમામ શિક્ષકો વિરૂદ્ધ નોટીસ ઇશ્યુ કરી હતી. અને તેમના...
01:13 PM Aug 22, 2024 IST | PARTH PANDYA
VADODARA : તાજેતરમાં રાજ્યભરમાં ગુલ્લેબાજ શિક્ષકોનો મુદ્દે ભારે ઉઠળ્યો હતો. તે બાદ વડોદરા (VADODARA) જિલ્લા પંચાયત વિભાગના 9 શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની વાત ધ્યાને આવી હતી. બાદમાં જિલ્લા પંચાયત દ્વારા તમામ શિક્ષકો વિરૂદ્ધ નોટીસ ઇશ્યુ કરી હતી. અને તેમના...

VADODARA : તાજેતરમાં રાજ્યભરમાં ગુલ્લેબાજ શિક્ષકોનો મુદ્દે ભારે ઉઠળ્યો હતો. તે બાદ વડોદરા (VADODARA) જિલ્લા પંચાયત વિભાગના 9 શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની વાત ધ્યાને આવી હતી. બાદમાં જિલ્લા પંચાયત દ્વારા તમામ શિક્ષકો વિરૂદ્ધ નોટીસ ઇશ્યુ કરી હતી. અને તેમના પક્ષે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. જો કે, એક પણ શિક્ષક પોતાનો પક્ષ મુકવા માટે ફરક્યુ ન્હતું. આખરે જિલ્લા પંચાયત દ્વારા તમામ 9 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. આ વાતની પુષ્ટિ સક્ષમ અધિકારી દ્વારા કરવામાં આવી છે.

જિલ્લાના 9 શિક્ષકો ઘરભેગા

વડોદરા તાલુકાની બીલ શાળાના એચ.ટાટ આચાર્ય શિક્ષક પટેલ ભાવિનાબેન મેપાભાઇ, તેમજ ઉપ શિક્ષકમાં પાદરાની ચોરંદા પ્રાથમિક શાળાના વાળંદ પ્રકાશભાઇ ડાહ્યાભાઇ, પાદરાની ટીમ્બીપુરા પ્રાથમિક શાળાના મેવાડા જાગૃતિબેન ભોવાનકુમાર, પાદરાની સોખડા રાઘુ પ્રાથમિક શાળાના બારોટ કોમલબેન અશોકભાઇ, પાદરાની ધોરીવગા પ્રાથમિક શાળાના સિસોદીયા ઇન્દ્રજિતસિંહ ચંદ્રવદનસિંહ, પાદરાની લકડીકુઇ પ્રાથમિક શાળાના પટેલ વૈશાલીબેન કિરીટકુમાર, કરજણની ગણપતપુરા પ્રાથમિક શાળાના પટેલ સોનિકા કિરણભાઇ, કરજણની બોડકા પ્રાથમિક શાળાના સોલંકી પ્રવિણભાઇ રસિકભાઇ અને કરજણની મિયાગામ કુમાર પ્રાથમિક શાળાના ત્રિવેદી કોમલબેન પ્રવિણકુમારને બરતરફ કરવામાં આવ્યા છે.

નોકરી સમાપ્તીની કાર્યવાહી કરવામાં આવી

સક્ષમ અધિકારીએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં 9 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હતા. તમામની નોકરી સમાપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં ગુલ્લેબાજ શિક્ષકોને લઇને સરકાર અને તંત્ર ચિંતીત છે. અને હવે ગુલ્લેબાજો સામે આકરી કાર્યવાહી કરી રહ્યું છે. નિયમાનુસાર શિક્ષકોને 90 દિવસ સુધીની રજા મળવાપાત્ર છે. કેટલાક કિસ્સામાં શિક્ષકો દ્વારા રજા લેવામાં ન આવી હોવાનું તો કેટલાક કિસ્સામાં રજાની પરવાનગી લંબાવવામાં આવી ન હોવાનું જિલ્લાની શાળાઓના 9 શિક્ષકોના કિસ્સામાં સામે આવ્યું હતું. જેને પગલે અન્ય ગુલ્લેબાજ શિક્ષકોમાં પણ ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. આ જ રીતે અન્ય ગુલ્લેબાજ શિક્ષકો સામે પણ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તો નવાઇ નહીં.

આ પણ વાંચો -- VADODARA : "દુક્કી અને તીરી...", રીક્ષામાં બેઠેલા શખ્સનો સંવાદ વાયરલ

Tags :
9afterDistrictHolidayjobLONGnoticeonTeacherstermterminatedVadodarawithout
Next Article