VADODARA : જિલ્લા ભાજપની પ્રદર્શનીમાં બે ધારાસભ્યોની બાદબાકી
VADODARA : વડોદરા શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાં ભાજપના 46 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પહેલા શહેર ભાજપ કાર્યાલય ખાતે સંઘર્ષથી સત્તાસુધીની સફરની ઝાંખી કરાવતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જિલ્લામાં આ પ્રકારે પ્રદર્શની યોજાઇ હતી. જેમાં જિલ્લાના બે ધારાસભ્યોની બાદબાકી કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. કરજણ અને દર્ભવતીના ધારાસભ્યને અન્યાય થયો હોવાનો ગણગણાટ કાર્યકર્તાઓ વચ્ચે સાંભળવા મળી રહ્યો છે. સાથે જ આ કાર્યક્રમમાં વર્તમાન અને પૂર્વ પ્રમુખ તથા મહત્વના અગ્રણીઓ ગેરહાજર રહ્યા હતા. (TWO MLA FROM VADODARA DISTRICT LEFT SIDE IN BJP EXHIBITION)
સસ્પેન્ડેડ કાર્યકરોને પોસ્ટરમાં સમાવાયા હતા
વડોદરા શહેર-જિલ્લામાં ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સંઘર્ષથી લઇને સત્તા સુધીના રાજકીય સફરની ઝાંખી કરાવતી પ્રદર્શની શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ યોજાઇ હતી. જેમાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા સિનિયર આગેવાન ડો. જ્યોતિબેન પંડ્યા અને પાર્ટીમાંથી હાંકી કઢાયેલા અલ્પેશ લિંબાચીયાને પોસ્ટરોમાં સમાવવામાં આવતા તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું હતું.
તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું
શહેર બાદ જિલ્લામાં સત્તાથી સંઘર્ષ સુધીના સફરની ઝાંખી કરાવે તેવી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને દર્ભવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) ના ફોટાની બાદબાકી કરવામાં આવી હતી. જેને પગલે કાર્યકર્તાઓ વચ્ચે તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું હતું. આ સાથે કાર્યક્રમમાંથી હાલના જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ નિશાળીયા, પૂર્વ પટેલ સતિષ પટેલ (છાણી) અને અગ્રણી સતિષ પટેલ (ખેરવાડી) ની સૂચક ગેરહાજરીએ ચર્ચા જગાવી મુકી હતી. આ કૃત્યના પડઘા ભવિષ્યમાં પડે છે કે નહીં તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : હથિયાર પરવાના કૌભાંડનો રેલો જિલ્લામાં પહોંચ્યો, ત્રણ સામે તવાઇ