ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : જિલ્લા વહીવટી તંત્રની વારસાઈ ઝુંબેશમાં 8268 નોંધણી થઇ

VADODARA : ખાતેદાર કે મિલકત ધારકના મૃત્યુ બાદ વારસાઈ કરવામાં માટે હક્ક પત્રક અને ગામના નમુના નં. ૧૪ માં મૃત્યુની નોંધણી ફરજિયાત છે
06:45 PM Dec 02, 2024 IST | PARTH PANDYA
VADODARA : ખાતેદાર કે મિલકત ધારકના મૃત્યુ બાદ વારસાઈ કરવામાં માટે હક્ક પત્રક અને ગામના નમુના નં. ૧૪ માં મૃત્યુની નોંધણી ફરજિયાત છે

VADODARA : વડોદરા (VADODARA) માં બીજલ શાહે જિલ્લા કલેક્ટર (VADODARA COLLECTOR) અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત્ત પદભાર સંભાળ્યા બાદ સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ ડોરસ્ટેપ સુધી જઈને વારસાઈની એન્ટ્રી કરવા પર ખાસ ભાર મૂક્યો છે. જે અન્વયે જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારો જિલ્લાનાં દરેક ગામોમાં ઘરે ઘરે જઈને ચાલુ વર્ષે કુલ ૮૨૬૮ વારસાઇ નોંધણી કરાવીને વારસાઈ ઝુંબેશ હાથ ધરી છે.

જિલ્લા કલેક્ટરે વારસાઈ નોંધણીને ઝુંબેશ રૂપ આપ્યું

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે તા.૨૯મી નવેમ્બર સુધીમાં કુલ ૮૨૬૮ વારસાઈ નોંધ મળી છે. જિલ્લા કલેક્ટર શ્રી બીજલ શાહે વારસાઈ નોંધણીને ઝુંબેશ રૂપ આપતા વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ તા.૧૨ ફેબ્રુઆરી થી તા.૩૧ માર્ચ સુધીમાં ૩૦૩૮ વારસાઈ નોંધ મળી હતી. ત્યાર બાદ એપ્રિલમાં ૬૩૯, મે માં ૬૧૯, જૂન માં ૬૪૮, ઓગસ્ટ માં ૬૬૫, સપ્ટેમ્બરમાં ૭૭૪, ઓક્ટોબરમાં ૧૨૬૪ અને નવેમ્બર માસમાં ૬૨૧ વારસાઈ નોંધ મળી છે.

ગ્રામ્ય વિસ્તારો પ્રમાણે વિગતો

તેવી જ રીતે મામલતદાર કચેરી પ્રમાણે જોઈએ તો વર્ષ દરમ્યાન સાવલીમાં ૧૩૮૮, વડોદરામાં ૧૩૨૨, વાઘોડિયામાં ૧૧૬૯, ડભોઇમાં ૧૨૦૪, પાદરામાં ૧૭૨૧, કરજણમાં ૧૦૧૫, શિનોરમાં ૫૧૭, ડેસર માં ૬૭૪, વડોદરા શહેર ઉત્તરમાં ૬૬, દક્ષિણમાં ૧૦૦, પૂર્વમાં ૪૪ અને પશ્ચિમમાં ૧૬ વારસાઈ નોંધણી કરવામાં આવી છે.

સંયુક્ત હક્ક વાળા ભાઈ બહેનો પોતાના કાયદેસરના હક્કથી વંચિત રહેતા હોય

સામાન્ય રીતે ખાતેદાર કે મિલકત ધારકના મૃત્યુ બાદ વારસાઈ કરવામાં માટે હક્ક પત્રક અને ગામના નમુના નં. ૧૪ માં મૃત્યુની નોંધણી ફરજિયાત છે. ઘણા ગામોમાં બે ત્રણ પેઢીના વંશજો મૃત્યુ પામ્યા હોય તો પણ મૂળ ખાતેદારના નામ ચાલતા હોય છે. વધુમાં સીધી લીટીના વારસો સહિત સંયુક્ત હક્ક વાળા ભાઈ બહેનો પોતાના કાયદેસરના હક્કથી વંચિત રહેતા હોય છે.

મહેસૂલી રેકર્ડમાં ફેરફાર કરાવવામાં આવે ત્યારે વિવાદો થાય

મૃત્યુના પ્રસંગે મૃતકના ફક્ત સીધી લીટીના વારસોના નામ દાખલ કરાવવામાં આવે અને અન્ય હક્ક ધરાવતા વ્યક્તિઓના નામ રહી જવા પામે છે. ઘણીવાર આવો ખ્યાલ પણ નથી હોતો અને ભૌતિક રીતે ભાઈઓ ભાગ પ્રમાણે જમીન ખેડતા પણ હોય છે. પરંતુ મહેસૂલી રેકર્ડમાં ફેરફાર કરાવવામાં આવે ત્યારે વિવાદો થાય છે અને બીજી પેઢીના વ્યક્તિઓને આ બાબતની ખબર પણ હોતી નથી.

ઇ - ધરા મારફતે તાલુકા દીઠ વારસાઈ અભિયાન વ્યાપક બનાવાયુ

બીજી તરફ જમીન સુધારાના ભાગરૂપે કૃષિ વિષયક ધિરાણ મેળવવાનું હોય કે પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી કેન્દ્ર કે રાજ્ય સરકાર પુરસ્કૃત યોજનાઓના લાભ મેળવવાનો હોય તો અન્ય હિસ્સેદારના નામ ન હોય તો તેને મળવાપાત્ર લાભ પણ નથી મળતા. આમ ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હક્કદારોના મહેસૂલ રેકર્ડમાં નામ દાખલ કરવા ઇ - ધરા મારફતે તાલુકા દીઠ વારસાઈ અભિયાન વ્યાપક બનાવાયુ છે.

સીધી લીટીના વારસદારોના નામ ઉમેરવામાં આવ્યા

જિલ્લા કલેકટરશ્રી એ સમયાંતરે વારસાઈ ઝુંબેશને એક અભિયાન સ્વરૂપ આપતા લોકોમાં વારસાઈ નોંધણી પ્રત્યે જાગૃતતા આવી છે. ગ્રામ્ય તથા શહેરી કક્ષાએ મરણ રજીસ્ટરમાં નામોની ખાતરી કરીને જમીન ધરાવતા મૃતકના પરિવારોને પેઢીનામું કઢાવીને સીધી લીટીના વારસદારોના નામ ઉમેરવામાં આવ્યા છે. જેના કારણે હવે વારસાઈ ને લગતા નવા પ્રશ્નોને ઉદભવતા પહેલા જ અંત લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલના કર્મયોગીના નામે 30 હજાર મૃતદહેના પોસ્ટમોર્ટમનો રેકોર્ડ

Tags :
collectorDistrictEffectiveentryGovernancehelpinitiativelandMorerecordVadodara
Next Article