ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સંકલનની બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા અનેકવિધ મુદ્દે રજુઆત

VADODARA : વડોદરા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી, ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ
02:42 PM Apr 20, 2025 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી, ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ

VADODARA : તાજેતરમાં વડોદરા જિલ્લા કલેક્ટરના (VADODARA DISTRICT COLLECTOR) અધ્યક્ષસ્થાને મહત્વની સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા,વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા,ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને કરજણના ધારાસભ્ય અક્ષરભાઈ પટેલે રજૂ કરેલા વિવિધ જનહિતલક્ષી પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો હતો. (MEETING WITHM DISTRICT MLA - VADODARA) કલેક્ટરે ધારાસભ્યો દ્વારા રજુ કરવામાં આવતા પ્રશ્નોનો સમય મર્યાદામાં ઉકેલ કરી તેની જાણ સંબંધિત ધારાસભ્યને કરવા જણાવ્યું હતું. તેમણે સંકલન બેઠકના પ્રશ્નો સમય મર્યાદામાં રજૂ કરવા ધારાસભ્યશ્રીઓને અનુરોધ હતો.

અધિકારીઓને સૂચનાઓ આપી

કલેક્ટર ડો.અનિલ ધામેલિયાએ શહેર,જિલ્લા અને તાલુકા કક્ષાએ જે કચેરીઓને સરકારી જમીનની આવશ્યકતા હોય તો તેની વિગતવાર અરજી કરવા તેમજ સરકારી જમીનો ઉપર થયેલ દબાણ હટાવવા દરખાસ્ત કરવા,કેચ ધ રેઈન: સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં હાથ ધરવામાં આવેલા કામોની ડેટા એન્ટ્રી કરવા તેમજ શહેર જિલ્લાના હેરિટેજ સ્થળોની યાદી તૈયાર કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કલેકટરશ્રીએ જિલ્લા,તાલુકાની દરેક કચેરીઓમાં ભૌતિક અને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓ જણાવ્યું હતું.

શ્રમજીવીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા જણાવ્યું

કલેકટરશ્રીએ હાલ ગરમીની ઋતુમાં હિટ વેવ સંબંધી જરૂરી તમામ આવશ્યક પગલાં લઈ જિલ્લામાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં કામ કરતા શ્રમજીવીઓ માટે જરૂરી પીવાના પાણીની સુવિધા,છાંયડો,આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા,ધારાસભ્યો,જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા,નિવાસી અધિક કલેકટર શ્રી બી.એસ.પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો --- VADODARA : કોટણા અને દિવેર બીચનું બ્યુટીફિકેશન કરવા સરકારમાં દરખાસ્ત મોકલાઈ

Tags :
aboutcollectorconcernDifficultiesDistrictfaceGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsMeetingMLAPeoplesharedVadodarawith
Next Article