VADODARA : સરકારી શાળાના શિક્ષકની સિદ્ધિને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
VADODARA : વડોદરા જિલ્લાના (VADODARA DISTRICT) સાવલી તાલુકાના સમગ્ર શિક્ષામાં સી.આર.સી કોડિનેટર તરીકે મુકેશભાઈ શર્મા ભાદરવા ખાતે ફરજ બજાવે છે.જેમને સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ સ્વચ્છતાના કાર્યક્રમમાં મિશન મોડથી સરાહનીય કામ કર્યું છે.તાજેતરમાં ગાંધીનગર ખાતે પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વડોદરા જિલ્લામાંથી મુકેશભાઈ શર્માને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુકેશભાઈ શર્માને વર્ષ ૨૦૨૦માં રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો હતો.
ત્રણ શિક્ષકો સન્માનિત
વડોદરા જિલ્લામાં પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ હેઠળ પીપળીયા પ્રાથમિક શાળા નિવૃત શિક્ષક ફિલિપભાઈ, નંદેસરી ગ્રામ પંચાયતના તલાટી ક્મ મંત્રી શ્રીમતી ભાવિશા પ્રજાપતિ અને ખાનગી નોન ગ્રાન્ટેબલ પ્લે સેન્ટર સ્માર્ટ કીડ સંસ્થાના શ્રીમતી કવિતાબેન વ્યાસને પણ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
શાંત ગતિની ચળવળ ઉપાડી લીધી
મુકેશભાઈ શર્મા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ છેલ્લા ૧૦ વર્ષોથી શાળાના શિક્ષકો અને સમાજ માટે જાગૃતિના અભિયાનમાં વિવિધ નવતર પ્રયોગ કરવામાં આવ્યા છે. શાળાઓમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, વ્યક્તિગત અને જાહેર શૌચાલયની સ્વચ્છતા જાળવણી અને તેનો ઉપયોગ હેન્ડ વોશ ડે ની ઉજવણી તેમજ પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ અને પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગેની શાંત ગતિની ચળવળ દ્વારા સમાજમાં એક નવી ક્રાંતિકારી પહેલથી કામગીરી કરી છે. આ કામગીરી એક દીવાદાંડી સમાન હોય સમાજના અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી છે. જેની વિવિધ સરકારી શિક્ષણ વિદો અને નગરજનોમાં તેની નોંધ લેવામાં આવેલી છે.
પ્રમાણપત્ર અને શીલ્ડ એનાયત કરીને સન્માનિત કરાયા
મદદનીશ પ્રાથમિક શિક્ષણ સચિવ પુલકિત ભાઈ જોશી, પૂર્વ નાયબ નિયામક એમ.કે.રાવલ તેમજ દિવા સ્વપ્ન ફિલ્મના ડાયરેક્ટર નિમેષ પ્રજાપતિના હસ્તે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર અને શીલ્ડ એનાયત કરીને સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે ગાંધીનગરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને એનજીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ટીમ વડોદરા દ્વારા થયેલા કામગીરીની રાજ્ય સ્તરે નોંધ લેવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : વાહન અકસ્માતમાં મૃત્ય આંક ઘટ્યો, 12 બ્લેક સ્પોટ ઓળખાયા