VADODARA : દબાણો દુર કરી રૂ. 1.80 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
VADODARA : વડોદરા જિલ્લામાં આવતા પાદરા (VADODARA DISTRICT, PADRA) ના કસ્બા વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર ખડકી દેવાયેલા દબાણો ઉપર વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી અને તેમની ટીમે આજે સવારે બૂલડોઝર ફેરવી દીધું હતું અને સરકારી જમીન ખુલ્લી કરાવી (ENCROACHMENT ON GOVT LAND DEMOLISHED - VADODARA) હતી. જેને પગલે સરકારી જમીન પર દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. આ સાથે સામાન્ય જનમાં તંત્રની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
પ્રાંત અધિકારી અને મામલતદારોને સૂચના અપાઇ હતી
વડોદરા જિલ્લામાં આવેલી સરકારી સર્વે નંબરની જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે કલેક્ટર બિજલ શાહ તથા નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને સૂચના આપી હતી. જેને અનુસંધાને વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણે પાદરામાં સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી.
બંદોબસ્ત વચ્ચે પાકા બાંધકામ, ઓરડીઓ સહિતના બાંધકામો દૂર કરાયા
તદ્દાનુસાર પાદરા કસ્બાના સર્વે નંબર ૧૩૨૦ની અંદાજીત પાંચ હજાર ચોરસ મિટર જમીન ઉપર આજ સવારથી બૂલડોઝર ફેરવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે પાકા બાંધકામ, ઓરડીઓ સહિતના બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા અને રૂ. ૧.૮૦ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
તો આવા તત્વોનો પ્રોત્સાહન મળતું બંધ થઇ જશે
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી તંત્રના પ્રયાસોની લોકો સરાહના કરી રહ્યા છે. તો બીજી તરફ લોકોનું કહેવું છે કે, આ પ્રકારના દબાણો થતાની સાથે જ તેને અટકાવી દેવામાં આવે તો આવા તત્વોનો પ્રોત્સાહન મળતું બંધ થઇ જશે. અને તેઓ ફરી ક્યારે સરકારી જમીન તરફ નજર નહીં નાંખે.
આ પણ વાંચો --- VADODARA : કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં WPL ની 6 મેચ રમાશે


