VADODARA : જિલ્લા પંચાયતની કચેરીને કચરાપેટી બનાવવાનો પ્રયાસ
VADODARA : વડોદરા જિલ્લામાં આવતા ગામોમાં સ્વચ્છતા સહિતના અસંખ્ય વિષયો પરના વિકાસકામોનું સંચાલન જે જગ્યાએથી થાય છે તેવી જિલ્લા પંચાયતની કચેરી (VADODARA JILLA PANCHAYAT OFFICE) ને કચરાપેટી બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. જ્યારે કચેરી જ કચરાપેટી સમાન ભાસતી હોય ત્યારે તેના તાબા હેઠળના ગામોમાં સ્વચ્છતાની શું હકીકત હશે, તેનો અંદાજો લગાડવી બહુ અઘરી વાત નથી. આ ઘટના સપાટી પર આવ્યા બાદ જિલ્લા પંચાયતનું વહીવટી તંત્ર કેટલા સમયમાં આ કચરાના થર દુર કરે છે તે જોવું રહ્યું.
કચેરી સ્વચ્છતાની વાતનો છેદ ઉડાડતી હોય તેવી હકીકત
વડોદરા જિલ્લા પંચાયત કચેરીથી ગ્રામ્યમાં આવતા વિસ્તારોનો વહીવટ થતો હોય છે. વિકાસના નાના-મોટા તમામ કામોનું આયોજન કરીને તેને પૂર્ણ કરવું આ કચેરીથી નક્કી થાય છે. તાજેતરમાં વાત ધ્યાને આવી કે, આ કચેરીમાં કચરાના મોટા થર જામી ગયા છે. અન્ય ગામોમાં સ્વચ્છતા ફેલાવવાની કામગીરી પર જ્યાંથી દેખરેખ રાખવામાં આવી રહી છે, તે કચેરી જ કચરાપેટી બનવા તરફ જઇ રહી છે. આ કચેરીમાં રોજ મોટી સંખ્યામાં અધિકારીઓ અને અરજદારો આવતા હોય છે. ત્યારે કચેરી એવી ચોખ્ખી ચણાક હોવી જોઇએ, કે લોકોને તેવું પોતાના ઘર, ઓફિસ તથા ગામમાં ચોખ્ખાઇ રાખવાનું મન થાય. ત્યારે તેનાથી વિપરીત કચેરી જ સ્વચ્છતાની વાતનો છેદ ઉડાડતી હોય તેવી હકીકત જોવા મળી રહી છે.
કચેરીને સાફ થતા આવતું વર્ષ લાગી શકે તેમ છે
આ વચ્ચે કચેરીમાં કચરાપેટી જેવી સ્થિતીમાં મચ્છર પણ પેદા થાય, અને દુર્ગંધ મારતી સ્થિતી સર્જાય તેવી શક્યતાઓ હાલ તબક્કે નકારી શકાય તેમ નથી. ત્યારે આ કચેરીને સાફ કરતા પણ સમય લાગી શકે છે. હવે વર્ષ પૂર્ણ થવાને જુજ સમય બાકી છે, ત્યારે કચેરીમાંથી કચરાના થરને સત્વરે દુર કરવામાં આવે તેવી માંગ ક્યારે પૂર્ણ થાય છે તે જોવું રહ્યું. જો જલ્દી કામ નહીં થાય તો કચેરીને સાફ થતા આવતું વર્ષ લાગી શકે તેમ છે.
આ પણ વાંચો -- VADODARA : 10 દિવસમાં બીજી વખત સાવલીમાંથી રેતી ખનન ઝડપાયું, લાખોનો મુદ્દામાલ જપ્ત


