Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 16 ગામોમાં ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટે આધુનિક પ્લાન્ટ નંખાશે

VADODARA : ફેઝ-૨ ની માર્ગદર્શિકા અનુસાર, ગામોમાં ગંદા પાણીના નિકાલ અને તેના શુદ્ધિકરણ માટે ભૌતિક અને નાણાંકીય જોગવાઈઓ કરાઇ છે
vadodara   16 ગામોમાં ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટે આધુનિક પ્લાન્ટ નંખાશે
Advertisement

VADODARA : વડોદરા જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાના ગામોમાં ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટે અનકન્વેશનલ ડિસેન્ટ્રલાઇઝ્ડ મલ્ટી સ્ટેજ રિએક્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે એમએસયુ દ્વારા ટેક્નિકલ સપોર્ટ પાડવામાં આવશે. પ્રારંભિક તબક્કે જિલ્લાના ૧૬ ગામોમાં આ પ્લાન્ટ નાખવામાં આવશે. આ માટે એમએસયુ સાથે આગામી દિવસોમાં એમઓયુ પણ કરવામાં આવશે. (16 VILLAGES TO GET LATEST WATER TREATMENT PLANT - VADODARA)

ભૌતિક અને નાણાંકીય જોગવાઈઓ કરવામાં આવી

જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ જણાવ્યું કે, ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ ની માર્ગદર્શિકા અનુસાર, જિલ્લાના ગામોમાં ગંદા પાણીના નિકાલ અને તેના શુદ્ધિકરણ માટે ભૌતિક અને નાણાંકીય જોગવાઈઓ કરવામાં આવી છે. ગામડાઓમાં ગંદા પાણીના વ્યવસ્થાપન માટે UDMSR ટેક્નોલોજી ખૂબ જ સફળ સાબિત થઈ રહી છે, અને ગામડાઓ સ્વચ્છ અને સુંદર રહે તે માટે આ ટેક્નોલોજી મદદરૂપ છે.

Advertisement

સ્પોન્જના ટુકડા અને બેક્ટેરિયા (મિશ્ર કલ્ચર) હોય

આ ટેક્નોલોજીમાં, ગંદા પાણીને પંપ દ્વારા પ્લાન્ટ સુધી લઈ જવામાં આવે છે. પ્લાન્ટમાં ૩ સ્તરોમાં ૨૪ કેરેટ મૂકવામાં આવે છે, જેમાં સ્પોન્જના ટુકડા અને બેક્ટેરિયા (મિશ્ર કલ્ચર) હોય છે, જે પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરે છે. આ કેરેટની નીચે મૂકેલી પ્લેટમાં શુદ્ધ પાણીનો સંગ્રહ થાય છે, અને આઉટલેટ દ્વારા શુદ્ધ થયેલ પાણીનો ઉપયોગ ગામના લોકો ખેતી અને કિચન ગાર્ડન જેવા કામોમાં કરી શકે છે.

Advertisement

હાલમાં સફળતાપૂર્વક કાર્યરત

આ નવી ટેક્નોલોજીનો પ્લાન્ટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના ટેક્નોલોજી વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં પાદરા તાલુકાના લુણા ગામે બનાવવામાં આવ્યો છે. આ UDMSR પ્લાન્ટ હાલમાં સફળતાપૂર્વક કાર્યરત છે, અને તેથી વડોદરા જિલ્લાના ૮ તાલુકાઓમાં ૮ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને ૮ નિર્મળ ગુજરાત હેઠળ કુલ ૧૬ પ્લાન્ટ બનાવવાનું આયોજન વર્ષ ૨૦૨૫-૨૬ માં કરવામાં આવ્યું છે.

નિર્મળ ગુજરાત ૨.૦ દ્વારા પ્રોજેક્ટ ખર્ચ આપવામાં આવશે

આ પ્લાન્ટ બનાવવા માટે ૪ વિભાગો સાથે મળીને કામ કરશે, જેમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા પંચાયત વડોદરા અમલીકૃત નિર્મળ ગુજરાત ૨.૦ દ્વારા પ્રોજેક્ટ ખર્ચ આપવામાં આવશે. ટેકનિકલ સપોર્ટ માટેની કન્સલ્ટન્સી ફી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના ટેક્નોલોજી વિભાગને ચૂકવવામાં આવશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) નો ટેક્નોલોજી વિભાગ પ્લાન્ટ ડિઝાઇનથી લઈને પ્લાન્ટ ઇન્સ્ટોલેશન સુધીની તમામ કામગીરીમાં ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે. આ પ્લાન્ટ માટે આગામી દિવસોમાં સમજૂતી કરારો કરવામાં આવશે.

આ પણ વાંચો --- Bhavnagar: હનુમાન જયંતીના દિવસે વિવિધ ક્ષેત્રનાં એવોર્ડ એનાયત કરાયા, ગાયન, વાદ્યનૃત્ય માટે હનુમંત એવોર્ડ એનાયત

Tags :
Advertisement

.

×