VADODAR : જે સંસ્થામાં ભણ્યા ત્યાંના પ્રાચાર્ય થયાં ડો.રંજનકૃષ્ણ ઐય્યર
VADODARA : તાજેતરમાં વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજના ડીન (પ્રાચાર્ય) ના પદે ડો. રંજન ઐયરની નિયુક્તિ કરવામાં આવી છે. ડો.રંજનકૃષ્ણ ઐયરને મેડિકલ કોલેજ,વડોદરા ના ડીન નિયુક્ત કરવામાં આવતા એક સુખદ અને સુભગ સંયોગ સર્જાયો છે. તેઓએ તેમનું સમગ્ર તબીબી શિક્ષણ આ પ્રતિષ્ઠિત સંસ્થામાં વિદ્યાર્થી તરીકે મેળવ્યું હતું. હવે એ માતૃ શિક્ષણ સંસ્થા અંગ્રેજીમાં આલ્મા મેટરના ડીન એટલે કે પ્રાચાર્ય તરીકે ભાવિ તબીબોનું ઘડતર કરશે.જો કે હાલમાં તેઓ પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી જ રહ્યા છે. (DR. RANJAN IYER APPOINTED AS DEAN OF BARODA MEDICAL COLLEGE - VADODARA)
કોરોનાકાળમાં SSGના તબીબી અધિક્ષકની પડકારજનક ફરજો અદા કરી
ડો. ઐય્યરએ 1982 ની બેચમાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થી તરીકે મેડિકલ કોલેજ,વડોદરામાં તબીબી શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. અહીં તેમણે એમ.બી.બી.એસ.પછી કાન,નાક ગળા (ent) ના વિષયમાં એમ.એસ.ની પદવી મેળવી અને 1992 માં એ જ વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા અને ક્રમશઃ પ્રોફેસર અને વિભાગના વડા બન્યા. આ પૂર્વે તેમણે કપરા કોરોનાકાળમાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષકની પડકારજનક ફરજો અદા કરી હતી. મધ્ય ગુજરાતની સહુ થી મોટી તબીબી સંસ્થા બરોડા મેડિકલ કોલેજ ના તાજેતરના વિકાસ અને વિસ્તરણમાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને સરકારી અનુદાનો તેમજ સી.એસ.આર.હેઠળ સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોને અદ્યતન તબીબી સાધન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
આ પણ વાંચો --- VADODARA : 16 ગામોમાં ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટે આધુનિક પ્લાન્ટ નંખાશે