Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અંગ દઝાડતી ગરમી વચ્ચે 9 દિવસ વિજ કાપની જાહેરાત

VADODARA : 6 થી 25 એપ્રિલ સુધી વિવિધ ફીડરમાં આવતી સોસાયટી-ફ્લેટ્સમાં સવારે 6 વાગ્યાથી લઇને 10 વાગ્યા સુધી વિજ પુરવઠો બંધ રહેશે
vadodara   અંગ દઝાડતી ગરમી વચ્ચે 9 દિવસ વિજ કાપની જાહેરાત
Advertisement

VADODARA : વડોદરામાં વિજ પુરવઠો પૂરી પાડતી વિજ કંપની દ્વારા મેઇન્ટેનન્સ કાર્ય માટે 9 દિવસનો વિજકાપ જાહેર કરવામાં આવ્યો છે. 16 થી 25 એપ્રિલ સુધી વિવિધ ફીડરમાં આવતી સોસાયટી-ફ્લેટ્સમાં સવારે 6 વાગ્યાથી લઇને 10 વાગ્યા સુધી વિજ પુરવઠો બંધ રહેશે. ગરમીનો માર વેઠતી પ્રજાને હવે વિજ કાપ વેઠવો પડશે. સમારકામ પૂર્ણ થયા બાદ તુરંત પુરવઠો શરૂ કરી દેવામાં આવનાર હોવાનું વિભાગીય સુત્રોએ જણાવ્યું છે. નીચે તારીખ, અને વિસ્તાર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

આ પ્રમાણે સમારકામની કામગીરી થશે.

  1. તા. 16 એપ્રિલ, બુધવારના રોજ આટલાદરા સબ ડિવિઝનમાં અટલાદરા રોડ ફીડર, ફતેગંજ સબ ડિવિઝન દીપ ફીડર, ધરમસિંહ ફીડર સહિત આસપાસના વિસ્તારમાં વિજકાપ રહેશે.
  2. તા.17 એપ્રિલ, ગુરુવારના રોજ સમા સબ ડિવિઝનમાં 11 કેવી અગોરા, અગોરા મોલ સમા ફીડર, ગોત્રી સબ ડિવિઝન ગંગોત્રી ફીડર તથા વાસણા સબ ડિવિઝન માઇલ સ્ટોન ફીડર તથા અટલાદરા સબ ડિવિઝન નારાયણ ફીડર સહિત લક્ષ્મીપુરા સબ ડિવિઝન પ્રથમ સૃષ્ટિ ફીડર અને ગોરવા સબ ડિવિઝન શ્રીનાથ ફીડરનો આસપાસના વિસ્તારમાં વિજકાપ રહેશે.
  3. તા.19 એપ્રિલ, શનિવારના રોજ ફતેગંજ સબ ડિવિઝનમાં આનંદ નગર ફીડર, ગોત્રી સબ ડિવિઝન, ઇસ્કોન હાઇટ્સ ફીડર, વાસણા સબ ડિવિઝન ફીડર, અટલાદરા સ્ટેડિયમ ફીડરની આસપાસના વિસ્તારમાં વિજકાપ રહેશે.
  4. તા.20 એપ્રિલ, રવિવારના રોજ અલકાપુરી સબ ડિવિઝમાં આર્કેડ ફીડર, પૂર્વ સબ ડિવિઝન ગોરવા ગામ ફીડરની આસપાસના વિસ્તારમાં વિજકાપ રહેશે.
  5. તા.22 એપ્રિલ, મંગળવારના રોજ સમા સબ ડિવિઝનમાં ચાણક્યપુરી ફીડર, મનોરથ ફીડર, ગોરવા સબ ડિવિઝન, સહયોગ ફીડરની આસપાસના વિસ્તારમાં વિજકાપ રહેશે.
  6. તા.23 એપ્રિલ, બુધવારના રોજ હાર્મની ફીડરમાં લક્ષ્મીપુરા સબ ડિવિઝન, માધવ પાર્ક ફીડર, અટલાદરા સબ ડિવિઝન, મહાબલીપુરમ ફીડર, અકોટા સબ ડિવિઝન, સ્વાગત ફીડર, વાસણા સબ ડિવિઝન, ટાગોર નગર ફીડર, ગોત્રી સબ ડિવિઝન, વુડા ફીડરની આસપાસના વિસ્તારમાં વિજકાપ રહેશે.
  7. તા.24 એપ્રિલ, ગુરુવારના રોજ સમા સબ ડિવિઝનમાં અણુશક્તિ ફીડર, ગોરવા સબ ડિવિઝન, સુભાનપુરા રોડ ફીડરની આસપાસનો વિસ્તાર ઉપરાંત અટલાદરા સબ ડિવિઝન, સન ફાર્મા ફીડર (એસટી ઇએક્સપી) તથા આસપાસના વિસ્તારમાં વિજકાપ રહેશે.
  8. તા.25 એપ્રિલ, શુક્રવારના રોજ વાસણા સબ ડિવિઝનમાં વરણીમાં ફીડર, અટલાદરા સબ ડિવિઝન, ચાણક્ય ફીડર અકોટા સબ ડિવિઝન ગુજરાત ટ્રેક્ટર ફીડર ગોત્રી સબ ડિવિઝન રાજેશ ટાવર ફીડર આસપાસના વિસ્તારમાં વિજકાપ રહેશે.
  9. તા.26 એપ્રિલ, શનિવારનારોજ ફતેગંજ સબ ડિવિઝનમાં ડિલક્સ ફીડર, અલકાપુરી સબ ડિવિઝન સારાભાઈ ઇસ્ટ એવન્યુ આસપાસના વિસ્તારમાં વિજકાપ રહેશે.

આ પણ વાંચો --- VADODARA : ઐતિહાસિક માંડવી દરવાજાની દુર્દશા મામલે બીજા દિવસે વિરોધ જારી

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×