VADODARA : પોઝિટિવ અભિગમ રાખવાથી અઘરામાં અઘરી મુશ્કેલીનું નિવારણ થાય છે: નિશા કુમારી
VADODARA : વડોદરાની એવરેસ્ટ વિજેતા દીકરી નિશાકુમારી અને તેના માર્ગદર્શક નિલેશ બારોટનું ,વડોદરા થી લંડનનો સફળ સાયકલ અને મોટર પ્રવાસ પૂરો કરીને પરત આવતા ઊર્મિ સ્કૂલ ખાતે બી.આર.જી.પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું (EVEREST GIRL NISHA KUMARI CYCLE JOURNEY TO LONDON COMPLETE) હતું. જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ એ આ વિકટ પ્રવાસ અંગે ભાત ભાતના પ્રશ્નો પૂછી સાહસની પ્રેરણા મેળવી હતી. આ અગાઉ અમદાવાદ એરપોર્ટ પર વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ પ્રવાસીઓને આવકારી પ્રોત્સાહિત કર્યા હતા. લગભગ 222 દિવસ પછી વડોદરાની ધરતી પર પગ મુકતા નિશા અને નિલેશભાઇ ભાવવિભોર થયાં હતાં. (NISHA KUMARI RETURN HOME VADODARA)
અજાણ્યા લોકોએ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો
નિશાએ જણાવ્યું કે અત્યંત વિષમ હવામાન વચ્ચે 16000 થી વધુ કિલોમીટરના પ્રવાસ દરમિયાન પેરાસીટામોલ ની એક ગોળી લેવાની પણ જરૂર ના પડી એ ઇશ્વરની કૃપા જ ગણાય.તેણે કહ્યું કે ડગલે ને પગલે મુસીબતો અને પડકારો આવ્યા છતાં એક ઘડીપણ અમે હિંમત હાર્યા નથી.ક્યારેય પ્રવાસ અધુરો છોડવાનો વિચાર ના કર્યો.અમે પોઝિટિવ અભિગમ રાખ્યો તો અમને અજાણ્યા લોકોએ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો.
જાતે રાંધીને ખીચડી અને ફળો, શાકભાજીના સલાડનો ઉપયોગ કર્યો
યાદ રહે કે નિશા અને તેના માર્ગદર્શક નિલેશભાઈ ચુસ્ત શાકાહારી છે.પ્રવાસના 16 દેશોમાં મોટેભાગે બિનશાકહારી ભોજન ઉપલબ્ધ હોય એટલે પ્રવાસ દરમિયાન જાતે રાંધીને ખીચડી અને ફળો, શાકભાજીના સલાડનો ઉપયોગ કર્યો.એમનું કહેવું છે કે તેના લીધે સ્વાસ્થ્ય સારું જળવાયું. નિલેશભાઇએ જણાવ્યું કે અમે અમારી પાસે કોઈ પ્લાન બી એટલે કે વિકલ્પ ઉપલબ્ધ જ નથી એવો અભિગમ રાખ્યો એટલે પ્રત્યેક પડકારનો ઉકેલ મળ્યો.પ્રવાસ માર્ગમાં ભાષા અને ભોજન ભેદ,વિઝા અને તેના દસ્તાવેજો રજુ કરવા,વિષમ વાતાવરણ જેવી તકલીફો પડી પરંતુ અમે ડગ્યા વગર આગળ વધ્યા.
રશિયામાં -19 થી -22 ની ઠંડી સહન કરી
એમના પ્રવાસનો આશય વિશ્વના દેશોમાં પર્યાવરણની કાળજી લઈ મોસમ પરિવર્તન - ક્લાઈમેટ ચેન્જ નો મુકાબલો કરવાનો સંદેશ આપવાનો હતો.આ હેતુ સિદ્ધ કરવા લોક સહયોગ થી વિવિધ સ્થળોએ એક હજાર થી વધુ રોપા વાવ્યા અને લોકો ને વૃક્ષ ઉછેરનો સંકલ્પ લેવડાવ્યો. 16 દેશોના પ્રવાસ દરમિયાન એમણે અનુભવ્યું કે લગભગ તમામ દેશોમાં ક્લાઈમેટ ચેન્જનો પ્રભાવ જોવા મળે છે.રશિયા સહિતના યુરોપના દેશોમાં બરફ વર્ષા ઘટી છે.આ અસરો થી બચવા ક્લાઈમેટ ચેન્જ અટકાવવા આદતો બદલવાની જરૂર છે.રશિયામાં -19 થી -22 ની ઠંડી સહન કરી તો 400 થી વધુ કિલોમીટરના રણ પ્રવાસમાં રેતીના તોફાનો અને અન્ય સ્થળોએ બરફના તોફાનો વેઠયા.એક જગ્યાએ તો રાત્રીના સમયે ઝાંખા અજવાળામાં રાત્રી રોકાણ કર્યું. સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે આ તો કબ્રસ્તાન હતું!
સ્કૂલના પ્રાંગણમાં થી પ્રવાસ શરૂ કર્યો અને આજે એ જ સ્થળે પ્રવાસ પૂરો કર્યો
બી.આર. જી.પરીવાર વતી શ્રીમતી રાધિકા નાયરે પ્રવાસીઓનું મોમેન્ટો અને શાલ આપીને સન્માન કર્યું હતું.તેમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે નિશા અને નિલેશભાઇ એ ઊર્મિ સ્કૂલના પ્રાંગણમાં થી પ્રવાસ શરૂ કર્યો અને આજે એ જ સ્થળે પ્રવાસ પૂરો કર્યો તેનો આગવો આનંદ છે. નિશા અને નિલેશભાઈ એ ભારત સરકારના વિદેશ મંત્રાલય અને દરેક દેશમાં ભારતીય રાજદૂતાવાસો આપેલા ઉષ્માભર્યા સહયોગ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.અમદાવાદ ખાતે સામાજિક કાર્યકર પ્રવીણ સિંધીએ પ્રવાસીઓ ને સત્કાર સમારંભ યોજીને આવકાર્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : લગ્નપ્રસંગે ઢબુકતા ઢોલ લોન ડિફોલ્ટરના ઘર આંગણે પહોંચ્યા