Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "હત્યારાને ફાંસી આપો અથવા એન્કાઉન્ટર કરો", તપનના પરિજનોનો આક્રોશ

VADODARA : કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેનાથી અમને અસંતોષ છે - મૃતકના પિતા રમેશભાઇ રાજા
vadodara    હત્યારાને ફાંસી આપો અથવા એન્કાઉન્ટર કરો   તપનના પરિજનોનો આક્રોશ
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) માં પોલીસની હાજરીમાં એસએસજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ રાજાના પુત્ર તપન પરમારની હત્યા (VADODAR EX. CORPORATOR SON MURDER) કરી દેવામાં આવી હતી. જે ઘટનાને આજે 12 દિવસ વિતી ગયા છે. અને પરિવાર હવે ન્યાયની માંગણી કરી રહ્યો છે. મૃતકની માતા આજે પણ પુત્રને શોધે છે. પિતાનું કહેવું છે કે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને સરકારી વકીલ રોકવામાં આવે. તો પરિજનનું કહેવું છે કે, આરોપીનું એન્કાઉન્ટર કરી દો. અત્રે નોંધનીય છે કે, આ મામલે હત્યારા બાબર ખાન સહિતના આરોપીઓ હાલ જેલ હવાલે છે.

Advertisement

હમણાં આવશે, હમણાં આવશે તેવું લાગ્યા કરે છે

મૃતક તપન પરમારની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, અમે તો એટલી જ માંગ કરીએ છીએ. તેણે મારા દિકરાને તડપાઇને માર્યો છે. તેને મારી સામે જ ફાંસી આપવી જોઇએ. તો તેની આત્માને શાંતિ થાય. આજે આરોપીઓએ અમને પુુત્ર વગરના કરી દીધા છે. કાલે ઉઠીને બીજાને દિકરા વગરના ના કરે, અમને ન્યાય મળવો જોઇએ. આરોપીઓને સજા થવી જોઇએ. અમે તેને ઓળખતા પણ નથી. મારા દિકરાની હત્યા બાદ જ અમે તેનું નામ સાંભળ્યું. તેને સજા થવી જોઇએ. મને આજે પણ એવું લાગે છે કે મારો દિકરો બાકડા પર બેઠો હશે, હું તેને શોધ્યા કરું છું. હમણાં આવશે, હમણાં આવશે તેવું લાગ્યા કરે છે. બે મહિના પછી તેનું લગ્ન કરવાનું હતું.

Advertisement

સરકારી વકીલ રોકીને તેને કડકમાં કડક સજા મળવી જોઇએ

તપનના પિતા રમેશભાઇ પરમાર (રાજા) એ મીડિયાને જણાવ્યું કે, અમારી સાચી મૂડી અમારો દિકરો હતો. તે આજે અમારી વચ્ચે રહ્યો નથી. મારા દિકરાની નિર્દયી હત્યા ક્યારે નહીં ભૂલાય. આ જે બનાવ બન્યો છે, બનાવ પછી પાલિકા, પોલીસ દ્વારા જે કામ કરી રહ્યું છે, તે જરૂરી છે. આ કાર્યવાહી સતત ચાલતી રહેવી જોઇએ. અમારા દિકરાની હત્યાના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઇએ. સરકારી વકીલ રોકીને તેને કડકમાં કડક સજા મળવી જોઇએ. આ ગુનામાં બાબર પઠાણ સહિત તમામને સજા થવી જોઇએ. કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેનાથી અમને અસંતોષ છે. તેમના પર પણ ફરિયાદ થવી જોઇએ, કાર્યવાહી થવી જોઇએ. તો અમને થોડો સંતોષ થાય. બાબર ખાન પઠાણની કોલ ડિટેઇલ બહાર કાઢવામાં આવે તો વધુ ગુનાઓ બહાર આવી શકે છે. તેની સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી થાય. તો સારી વાત છે.

તેમને પણ દોડાવી દોડાવીને મારો

મૃતકના પરિજને જણાવ્યું કે, આરોપીને ફાંસી ના આપો તો તેનું એન્કાઉન્ટર કરી દો. મારા છોકરાને જે રીતે દોડાવી દોડાવીને માર્યો છે, તેવી જ રીતે તેમને પણ દોડાવી દોડાવીને મારો. જેવી રીતે મારો છોકરો તડપ્યો છે, તેવી રીતે તેમને પણ તડપાવો તો જ અમને શાંતિ મળશે.

આ પણ વાંચો -- VADODARA : પાલિકાના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે તમામ કોર્પોરેટરો એકસૂર

Tags :
Advertisement

.

×