VADODARA : BJP ના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં સ્પે. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક
VADODARA : નવેમ્બર - 2024 માં વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના પરિસરમાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ (રાજા) પરમારના પુત્ર તપન પરમારની ધાતકી રીતે હત્યા (EX BJP CORPORATOR SON MURDER CASE - VADODARA) કરી દેવામાં આવી હતી. આ મામલે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. આ મામલે મુખ્ય આરોપી સહિત 10 હાલ જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. આ મામલે રાજ્યના કાયદા વિભાગ દ્વારા શહેરના સિનિયર એડવોકેટ નીતિન ભાવસારની સ્પેશિયલ પબ્લીક પ્રોસિક્યુટર (APPOINTMENT OF SPECIAL PUBLIC PROSECUTOR - VADODARA) તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
હાલ સંડોવાયેલા 10 આરોપીઓ જ્યુડિશીયલ કસ્ટડી હેઠળ છે
18, નવે. 2024 ની રાત્રે વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ પાસે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ગુનાને અંજામ આપનાર બાબર પઠાણે પોલીસની હાજરીમાં જ ઘા ઝીંક્યા હતા. ઘટના બાદ રાવપુરા પોલીસ મથકમાં મુખ્ય આરોપી બાબર પઠાણ તથા અન્ય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ આ મામલે સંડોવાયેલા 10 આરોપીઓ જ્યુડિશીયલ કસ્ટડી હેઠળ છે. દરમિયાન આ મામલે રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશિયલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંક કરવામાં આવી છે.
મર્ડર, નાર્કોટિક્સ, અને ભ્રષ્ટાચારના સંખ્યાબંધ કેસોમાં આરોપીઓને સજા અપાવી
ચકચારી હત્યા કેસમાં સરકારે સિનિયર એડવોકેટ નીતિન ભાવસારની સ્પેશિયલ પબ્લીક પ્રોસિક્યુટર તરીકે નિમણૂંક કરી છે. તેઓ 12 વર્ષ સુધી સ્પેશિયલ પબ્લીક પ્રોસિક્યુટર તરીકેની ફરજ બજાવી ચુક્યા છે. દરમિયા તેમણે મર્ડર, નાર્કોટિક્સ, અને ભ્રષ્ટાચારના સંખ્યાબંધ કેસોમાં આરોપીઓને સજા અપાવી છે.
આ પણ વાંચો -- VADODARA : જુગારમાં પકડાયેલો પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ