ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : '50 વર્ષમાં જે ના મળ્યું તે 4 વર્ષમાં સંગઠનમાં શીખવા મળ્યું' - ડો. વિજય શાહ

VADODARA : thanks.drvijayshah.com પર કાર્યકર્તાઓ ડો. વિજય શાહને પોતાનો શુભેચ્છા સંદેશ મોકલી શકે તેવી વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે
12:45 PM Mar 09, 2025 IST | PARTH PANDYA
VADODARA : thanks.drvijayshah.com પર કાર્યકર્તાઓ ડો. વિજય શાહને પોતાનો શુભેચ્છા સંદેશ મોકલી શકે તેવી વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે

VADODARA : 6, માર્ચ - 2025 ના રોજ વડોદરાના નવા શહેર ભાજપ પ્રમુખ તરીકે જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમની પહેલા આ જવાબદારી ડો. વિજય શાહ નિભાવી રહ્યા હતા. નવા શહેર પ્રમુખનું નામ જાહેરાત થવાનું છે, તે વાતથી સૌ કોઇ પરિચીત જ હતા. પરંતુ પાર્ટીએ જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યાર બાદ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા કાર્યકર્તાઓ અને નગરજનોને ઉદ્દેશીને એક આભાર નોટ લખવામાં આવી છે. જેમાં તેઓ જણાવે છે કે, જિંદગીના 50 વર્ષમાં જે શીખવા ના મળ્યું તે આ 4 વર્ષમાં સંગઠનની કામગીરીમાં શીખવા મળ્યું. (EX CITY BJP PRESIDENT DR. VIJAY SHAH THANK NOTE - VADODARA)

અનુકૂળ પરિસ્થિતીમાં ઝડપથી કાર્ય પૂર્ણ કરવું

વડોદરા શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ વિજય શાહ આભાર નોટમાં પ્રથમ નવા અધ્યક્ષ જયપ્રકાશ સોનીની વરણીને વધાવે છે, અને મોવડી મંડળનો આભાર માને છે. બાદમાં લખે છે કે, નગરજનોએ મને ખુબ પ્રેમ અને માન-સન્માન આપ્યું છે, તે બદલ તેમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. જિંદગીના 50 વર્ષમાં જે શીખવા ના મળ્યું તે આ 4 વર્ષમાં સંગઠનની કામગીરીમાં શીખવા મળ્યું. દરેક પરિસ્થિતીને સમજીને તેમાંથી રસ્તા કાઢવા, વિષમ પરિસ્થિતીમાં ધૈર્ય રાખવું અને અનુકૂળ પરિસ્થિતીમાં ઝડપથી કાર્ય પૂર્ણ કરવું.

તેમને નતમસ્તક થઇને વંદન કરું છું

વધુમાં તેઓ જણાવે છે કે, આજે વિવિધ લક્ષ્યાંકો અને નવા માપદંડો કાયમ અંકિત કર્યા છે. કોરોનાની મહામારી હોય કે પછી વિશ્વામિત્રી નદીનું પૂર, કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી નરેન્દ્ર મોદી સાહેબનો રોડ શો, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કાર્યકર્તાઓએ દિવસ રાત જોયા વગર કમળના નિશાનને સમર્પિત થઇ માં ભારતીને સર્વોચ્ચ શિખર પર બેસાડવા તન, મન, ઘનથી જે સેવા કરી છે તેમને નતમસ્તક થઇને વંદન કરું છું. જવાબદારીના કારણે નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને અસંખ્ય નેતાઓના દર્શન અને માર્ગદર્શનનો મને લ્હાવો મળ્યો, તેમની ઉર્જાને સ્પર્શ કરવાની પ્રભુએ તક આપી એ અવિસ્મરણીય છે.

વિકાસમાં હું મારૂ યોગદાન આપી શક્યો

અંતમાં તેએ જણાવે છે કે, મુખ્યમંત્રી, ગૃહમંત્રી , સંગઠનના મહામંત્રીએ હંમેશા માર્ગ બતાવ્યો, અને ભાજપને વધુ મજબુત કરવા માટે પ્રેરણા આપી છે. સૌ નગરજનોના સ્નેહ અને ઉષ્માથી વડોદરાના વિકાસમાં હું મારૂ યોગદાન આપી શક્યો છું.

કામગીરીને બિરદાવતા મેસેજ જોઇ શકાય છે

ઉપરોક્ત પત્ર thanks.drvijayshah.com પર મુકવામાં આવ્યો છે. જેમાં કાર્યકર્તાઓ પોતાનો શુભેચ્છા સંદેશ મોકલી શકે તેવી વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. ગતરાતથી આ વેબસાઇટ પર ડો. વિજય શાહની કામગીરીને બિરદાવતા મેસેજ જોઇ શકાય છે. અત્રે નોંધનીય છે કે, વડોદરામાં કાર્યકાળ દરમિયાન કરેલા કામોને લઇને ડો. વિજય શાહને ભવિષ્યમાં કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવે તો નવાઇ નહીં.

આ પણ વાંચો --- VADODARA : બ્રેઇન ડેડ દર્દીના અંગદાન થકી 6 લોકોને નવું જીવન મળશે

Tags :
afterappointmentBJPCitydr.vijayexGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsNEWNotepresidentshahthankVadodara
Next Article