ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પૂર્વ સાંસદને પ્રદેશ કક્ષાએ મોટી જવાબદારી સોંપાઇ

VADODARA : વડોદરા (VADODARA) ના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ (VADODARA EX MP RANJANBEN BHATT) ને પ્રદેશ કક્ષાએ મોટી જવાબદારી સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન 2024 માટે મહત્વની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રદેશ...
10:43 AM Aug 22, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ (VADODARA EX MP RANJANBEN BHATT) ને પ્રદેશ કક્ષાએ મોટી જવાબદારી સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન 2024 માટે મહત્વની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રદેશ...

VADODARA : વડોદરા (VADODARA) ના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ (VADODARA EX MP RANJANBEN BHATT) ને પ્રદેશ કક્ષાએ મોટી જવાબદારી સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન 2024 માટે મહત્વની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રદેશ સહ સંયોજક પદે રંજનબેન ભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે. આ જોતા રંજનબેન ભટ્ટને આવનાર સમયમાં વધુ મોટી અને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવે તો નવાઇ નહીં.

અંતે યુવા ડો. હેમાંગ જોષીની નામની પસંદગી કરવામાં આવી હતી

લોકસભા - 2024 ની ચૂંટણીમાં વડોદરાની બેઠક પરથી ભાજપ દ્વારા સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું નામ મુકવામાં આવ્યું હતું. ત્યાર બાદથી સ્થાનિક સિનિયર મહિલા નેતાઓ તેમના વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. ત્યાર બાદ શહેરભરમાં તેમના વિરૂદ્ધ પોસ્ટરવોર શરુ થયું હતું. રોજે-રોજ નવા વિવાદથી કંટાળીને રંજનબેન ભટ્ટ દ્વારા આખરે લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી હતી. ત્યાર બાદ ભાજપ દ્વારા નવા નેતાની પસંદગી શરૂ કરવામાં આવી હતી. અંતે યુવા ડો. હેમાંગ જોષીની નામની પસંદગી કરવામાં આવી હતી. તેઓ વિક્રમી મતોથી જીતીને શહેરના સાંસદ બન્યા છે.

પ્રદેશ કક્ષાએ મોટી જવાબદારી સોંપવામાં આવી

રંજનબેન ભટ્ટ ને ટીકીટ આપ્યા બાદથી શરૂ થયેલા વિવાદોને અંતે તેમનું રાજનૈતિક ભવિષ્ય કપરૂં હોવાની અટકળો હતી. જેનો તાજેતરમાં અંત આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની આગેવાનીમાં જારી કરવામાં આવેલી સદસ્યતા અભિયાન - 2024 ની યાદીમાં પ્રદેશ સંયોજક, સહ સંયોજક અને સહાયકના નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રંજબેન ભટ્ટને પ્રદેશ કક્ષાએ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય જારી કરવામાં આવેલા નામોની યાદી નીચે જણાવ્યા અનુસાર છે.

આ પણ વાંચો -- VADODARA : BJP MLA ના કાર્યાલયને ISO સર્ટિફિકેટ એનાયત

Tags :
bhattBJPcommitteedeclareexinlevelMPnameranjanbenstateVadodara
Next Article