Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિદેશ મંત્રી એસ. જયશંકરનું વડોદરા એરપોર્ટ પર આગમન

VADODARA : એરપોર્ટ પરથી બહાર નીકળ્યા બાદ હાઇ સિક્યોરીટી વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરનો કાફલો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા રવાના થયો હતો.
vadodara   વિદેશ મંત્રી એસ  જયશંકરનું વડોદરા એરપોર્ટ પર આગમન
Advertisement

VADODARA : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરનું વડોદરાના એરપોર્ટ પર આગમન થયું છે. તેઓ વડોદરામાં લેન્ડ થઇને આગામી કાર્યક્રમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થયા છે. તેઓ એમ.પી. લેડ ફંડના ઉપયોગથી ચાલતા પ્રોજેક્ટની મુલાકાત લેનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ સાથે જ તેઓ આણંદ ખાતેની ખાનગી યુનિ.ના કાર્યક્રમમાં પણ હાજરી આપનાર છે. ગત વર્ષે પણ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. અને તેમની સાંસદનિધિમાંથી થતા વિકાસકાર્યોની સમિક્ષા કરી હતી. (EXTERNAL AFFAIR MINISTER OF INDIA S JAISHANKAR ARRIVED IN VADODARA AIRPORT)

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરનું આજે સવારે વડોદરા એરપોર્ટ પર આગમન થયું છે. તેમને આવકાર આપવા માટે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી, મેયર પિન્કીબેન સોની તથા અન્ય મહાનુભવો એરપોર્ટ પર હાજર રહ્યા છે. એસ. જયશંકર એરપોર્ટથી બહાર નીકળીને તેમના આગામી કાર્યક્રમોમાં ભાગ લેવા જવા રવાના થયા છે. તેમના આગામી કાર્યક્રમો અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે. ત્યાં નજીકના ગામોમાં તેમના સાંસદનિધિ ફંડમાંથી અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તેની મુલાકાત લેશે, અને સમિક્ષા હાથ ધરી શકે છે.

Advertisement

હાઇ સિક્યોરીટી વચ્ચે વિદેશ મંત્રીનો કાફલો રવાના

સુત્રોએ વધુમાં જણાવ્યું કે, બે દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા નજીકના ગામોમાં આયોજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ આણંદની ખાનગી યુનિ.માં આયોજિ કાર્યક્રમમાં પણ હાજરી આપે તેવી પ્રબળ શક્યતા છે. વડોદરા એરપોર્ટ પરથી બહાર નીકળ્યા બાદ હાઇ સિક્યોરીટી વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરનો કાફલો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા રવાના થયો હતો. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે પણ વિદેશ મંત્રી એસ જયશંકર સાંસદનિધિમાંથી ચાલતા પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : બિહાર ગુજરાતના વિકાસમાંથી પ્રેરણા મેળવીને વિકાસના માર્ગે અગ્રેસર બન્યું છે - મુખ્યમંત્રી

Tags :
Advertisement

.

×