Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પતંગની દોરી વડે યુવકનું ગળું ચીરાયું, પરિવારે આધાર ગુમાવ્યો

VADODARA : ઉત્તરાયણ (UTTRAYAN - KITE FLYING) પર્વને હજી 120 દિવસથી વધુ સમય બાકી છે. ત્યારે વડોદરા પાસે લક્ષ્મીપુરા ગામે કેટલાક લોકો દ્વારા પતંગો ઉડાવવામાં આવી રહી હતી. ગત મોડી સાંજે બાઇક પર જતા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઇ જતા...
vadodara   પતંગની દોરી વડે યુવકનું ગળું ચીરાયું  પરિવારે આધાર ગુમાવ્યો
Advertisement

VADODARA : ઉત્તરાયણ (UTTRAYAN - KITE FLYING) પર્વને હજી 120 દિવસથી વધુ સમય બાકી છે. ત્યારે વડોદરા પાસે લક્ષ્મીપુરા ગામે કેટલાક લોકો દ્વારા પતંગો ઉડાવવામાં આવી રહી હતી. ગત મોડી સાંજે બાઇક પર જતા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઇ જતા મોત નીપજયું હોવાની ચકચારી ઘટના સપાટી પર આવવા પામી છે. સુત્રોએ જણાવ્યું કે, મૃતક યુવાન પરિવારનો એક માત્ર આધાર હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

છૂટક કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો

પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં અંબાજી મંદિર વાળા ફળિયામાં 28 વર્ષિય સુભાષ શાંતિલાલ પરમાર પિતા અને દાદી સાથે રહેતો હતો અને છૂટક કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની મોટીબેનના લગ્ન થઇ ગયા બાદ ઘરની તમામ જવાબદારી સુભાષ ઉપર હતી.

Advertisement

ગળા ઉપર પતંગની દોરી આવી જતા ગળું ચીરાયુ

સુભાષ પરમાર મોડી સાંજે પોતાની મોટરસાયકલ લઇને વડોદરા પાદરા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો‌. દરમિયાન દિલ્હી - મુંબઇ એક્સપ્રેસ હાઇવે પાસેના લક્ષ્મીપુરા ગામ પાસે અચાનક તેના ગળા ઉપર પતંગની દોરી આવી જતા ગળું ચીરાયુ હતું. જે બાદ તે બાઇક ઉપરથી નીચે પટકાયો હતો.

ટૂંકી સારવાર બાદ મોત નિપજયું

આ ઘટના બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં ગંભીર સુભાષ પરમારને પાદરા ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજયું હતું. ઉત્તરાયણ પર્વને હજી 4 માસ જેટલો સમય બાકી હોવા છતાં પણ પતંગની દોરીથી ગણપતપુરા ગામના યુવાનનો પતંગની દોરીના કારણે મોત નીપજતા ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

માતાનું એક વર્ષ પૂર્વે અવસાન

સુત્રોના જણાવ્યા અનુસાર, સુભાષ પરિવારનો એકનો એક પુત્ર હતો અને એક બહેનનો એકનો એક ભાઇ હતો. માતાનું એક વર્ષ પૂર્વે અવસાન થયા બાદ સુભાષે પોતાના પરિવારની જવાબદારી ઉપાડી લીધી હતી અને છૂટક કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સુભાષનું પતંગની દોરીના કારણે અણધાર્યું મોત નીપજતા પરિવાર ઘેરા શોકમાં ઘરકાવ થઇ ગયો હતો.

અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી

ગણપતપુરા પંથકમાં ગમગીની ફેલાવી દેનારા આ બનાવ અંગે વડોદરા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વડોદરા તાલુકા પોલીસ મથકના અનાર્મ હેડ કોસ્ટેબલ રણજીતસિંહને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : મોરચાએ અટકાવતા મ્યુનિ. કમિ. 3 કિમી ચાલ્યા, પોલીસે દરમિયાનગીરી કરવી પડી

Tags :
Advertisement

.

×