VADODARA : 10 દિવસ સુધી પરિવાર શોધતું રહ્યું, અને વૃદ્ધાનો મૃતદેહ ઘરમાંથી જ મળ્યો
VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલીમાં આવેલી નવજીવન સોસાયટીમાં વૃદ્ધાન તેમની પુત્રી તથા તેના સંતાનો સાથે રહેતા હતા. વૃદ્ધા અચાનક લાપતા થતા પરિવારે તેમના ગુમ થવા અંગે પોલીસને પણ જાણ કરી હતી. દરમિયાન તાજેતરમાં તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા ભાડુઆતે ટાંકીમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ કરતા તપાસ કરવામાં આવી હતી. જેમાં ટાંકીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.
તેઓ ક્યાં મળી આવ્યા ન્હતા
વડોદરાના તરસાલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા વૃદ્ધાની મોતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તરસાલીની નવજીવન સોસાયટીમાં 95 વર્ષિય મહિલા ઉજમબેન પરમાર તેમની દિકરી અને તેના સંતાનો સાથે રહેતા હતા. 22, ડિસે.ના રોજ વૃદ્ધાની દિકરી શાળાએથી ઘરે આવ્યા બાદ માતાની શોધખોળ કરી હતી. પરંતુ તેઓ ક્યાં મળી આવ્યા ન્હતા. આસપાસમાં પણ તપાસ કરી, પરંતુ કંઇ હાથ લાગ્યું ન્હતું. વૃદ્ધાની ઉંમરના કારણે તેઓ ઘરની બહાર પણ નીકળતા ન્હતા.
અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ
આખરે દિકરીએ માતા ગુમ થવા અંગેની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા ભાડુઆતે પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતા તેમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી વૃદ્ધાને ડિકમ્સોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
વૃદ્ધાનું ડુબી જવાના કારણે મોત નિપજ્યું
જે બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું કે, વૃદ્ધાનું ડુબી જવાના કારણે મોત નિપજ્યું છે. પરિવાર અને પોલીસ વૃદ્ધાને વિતેલા 10 દિવસથી શોધતું રહ્યું અને તેમને મૃતદેહ ઘરની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.
આ પણ વાંચો --- VADODARA : નવા વર્ષમાં પણ શહેરીજનોને કતારોમાંથી મુક્તિ નહીં