VADODARA : 'ઘરે બધાને જાણ કરી દઇશ', ધમકાવીને યુવતી પર દુષકર્મ
VADODARA : વડોદરામાં પાદરામાં રહેતી યુવતિ પર તેના પરિચીત દ્વારા જુના ફોટા બતાવીને ધમકી આપીને દુષકર્મ આચર્યું હોવાનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો છે. નવેમ્બર - 2024 થી લઇને ફેબ્રુઆરી - 2025 સુધી આ ધાકધમકી આપીને દેહ ચૂંથવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. દરમિયાન પીડિતાને પીરીયડ્સ નહીં આવતા તેની માતાને શંકા ગઇ હતી. ત્યાર બાદ પીડિતાને પુછતા તેણીએ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. જે બાદ પીડિતાએ આરોપી સામે દુષકર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ગણતરીના સમયમાં પોલીસે આરોપીને દબોચી લીધો છે. (FEMALE FILE RAPE CASE - ATLADRA POLICE STATION, VADODARA)
તારા અને મારા ફોટા મારા મોબાઇલમાં છે
એસીપી અશોક રાઠવાએ મીડિયાને જણાવ્યું કે, ગતરાત્રે 11 - 30 કલાકે અટલાદરા પોલીસ મથકમાં એક બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદીના પાદરા, રણુના રહેવાસી છે. તે કાસમ ચૌહાણના સંપર્કમાં 10 વર્ષથી છે. તેઓ એક જ સોસાયટીમાં રહે છે. ફરિયાદી આરોપીને ત્યાં ટ્યુશન જતા હતા, જેથી તેઓ એકબીજાથી સારી રીતે પરિચીત છે. બંને વચ્ચે વોટ્સએપમાં વાતો થતી રહેતી હતી. નવેમ્બર - 2024 માં આરોપીએ પીડિતાને ક્યાંક ફરવા લઇ ગયો હતો. અને પરત ફરતા બીલ-ચાપડ પાસે તારા અને મારા ફોટા મારા મોબાઇલમાં છે, તારી મારી સાથે સંબંધ બાંધવો પડશે, નહીંતર હું તારા ઘરે બધાયને જાણ કરી દઇશ, તેમ કહીને તેણીની જોડે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
એકબીજાને જાણથા હોવાથી લવ જેહાદનો એન્ગલ આવતો નથી
વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદથી લઇને 28 ફેબ્રુઆરી સુધી અલગ અલગ સ્થળોએ તેની જોડે સંબંધ બાંધ્યા હતા. અને પીડિતાને પીરીયડ્સ આવ્યા ન્હતા. જેથી તેણીની માતાને જાણ થતા તેમણે તેને પુછ્યું હતું. જેથી પીડિતાએ તમામ હકીકત જણાવી હતી. તે બાદ અટલાદરા પોલીસ મથકમાં દુષકર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી ટ્યુશન ક્લાસ ચલાવે છે, અને LLB-LLM કરેલું છે. અને પીડિતા MSU માં અભ્યાસ કરે છે. ત્યારે સગીરા પુખ્યવયની હતી. બંને એકબીજાને જાણથા હોવાથી લવ જેહાદનો એન્ગલ આવતો નથી. આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : 'મને રોડ પર લાવી દીધી', રોજગાર છીનવાતા મહિલાનો આક્રંદ