ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : "ચુંટાયેલા તો પૈસા ભેગા કરી લેશે, સામાન્ય માણસનું શું !", પૂર પીડિતની વ્યથા

VADODARA : વડોદરા (VADODARA) વાસીઓ માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યા છે. ત્યારે લોકોનો વિશ્વાસ જીતવા માટે સત્તાપક્ષે વિશ્વામિત્રી નદીના દબાણો દુર કરવાની જાહેરાત તો કરી, પરંતુ તે જાહેરાત બાદ માત્ર વિપક્ષના 30 વર્ષ જુના કાર્યકાળ પર આરોપો મુક્યા સિવાય...
04:47 PM Sep 20, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) વાસીઓ માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યા છે. ત્યારે લોકોનો વિશ્વાસ જીતવા માટે સત્તાપક્ષે વિશ્વામિત્રી નદીના દબાણો દુર કરવાની જાહેરાત તો કરી, પરંતુ તે જાહેરાત બાદ માત્ર વિપક્ષના 30 વર્ષ જુના કાર્યકાળ પર આરોપો મુક્યા સિવાય...

VADODARA : વડોદરા (VADODARA) વાસીઓ માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યા છે. ત્યારે લોકોનો વિશ્વાસ જીતવા માટે સત્તાપક્ષે વિશ્વામિત્રી નદીના દબાણો દુર કરવાની જાહેરાત તો કરી, પરંતુ તે જાહેરાત બાદ માત્ર વિપક્ષના 30 વર્ષ જુના કાર્યકાળ પર આરોપો મુક્યા સિવાય કંઇ દેખાતું નથી. ત્યારે હવે સામાન્ય નાગરિકો પણ તેમની વ્યથા સોશિયલ મીડિયાના માધ્યમાથી ઠાલવી રહ્યા છે. જેને શહેર કોંગ્રેસ દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ થકી ઉજાગર કરવામાં આવી રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી દ્વારા એક મહિલાનો વીડિયો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જારી કરવામાં આવ્યો છે. જેમાં મહિલા જણાવે છે કે, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, 30 વર્ષમાં ભાજપની સરકારે શું કર્યું, કેમ વિશ્વામિત્રી પર ખોટા બાંધકામો થયા, તેને રોક્યા નહી, બન્યા તો તેને તોડ્યા નહીં ! હવે આ બધી ફલાણી ઢીંકણી વાતો બંધ કરી દો.

પૂરના કારણો તથા તેના નુકશાની અંગેની મુશ્કેલી વર્ણવી

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પૂર મામલે લોકોનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીએ એક મહિલાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. જેમાં મહિલા પૂરના કારણો તથા તેના નુકશાની અંગેની મુશ્કેલી વર્ણવી રહી છે. પૂર બાદની હકીકત પોતાના શબ્દોમાં વર્ણવતી મહિલાનો વીડિયો રૂત્વિજ જોશીએ શેર કર્યા બાદ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.

હવે આ બધી ફલાણી ઢીંકણી વાતો બંધ કરી દો

મહિલા વીડિયો સંદેશમાં જણાવે છે કે, ધારાસભ્ય કેયુરભાઇ રોકડિયા મારે તમને એક સવાલ પુછવો છે, તમે 1976 ની શું વાતો કરો છો, 30 વર્ષથી વડોદરાની પ્રજાએ ભાજપને મત આપ્યો છે. અહિંયા ભાજપની સરકાર રચાઇ છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, 30 વર્ષમાં ભાજપની સરકારે શું કર્યું, કેમ વિશ્વામિત્રી પર ખોટા બાંધકામો થયા, તેને રોક્યા નહી, બન્યા તો તેને તોડ્યા નહીં ! હવે આ બધી ફલાણી ઢીંકણી વાતો બંધ કરી દો.

તમે લોકોની લાગણીઓ સાથે ખેલ કરો છો

હવે ભાજપના કાર્યકર્તા કહેવડાવવામાં શરમ આવે છે, લોકો મારવા દોડે છે, લોકો ગાળો આપે છે, તમે લોકોની લાગણીઓ સાથે ખેલ કરો છો, લોકોના ઘરમાં કેટલાય અનઅપેક્ષિત ખર્ચાઓ આવી ગયા છે, બાર સાંધેને તેર સાંધે તેવો ઘાટ થયો છે. ઘરમાં ગાડીઓ, વસ્તુઓ બગડી ગઇ છે, ખર્ચાઓ પર ખર્ચાઓ આવી રહ્યા છે. આ પૈસા કોણ આપવાના છે, તમે બધા ચુંટાયેલાતો કૌભાંડો કરીને પૈસા ભેગા કરી લેશો, અમારા જેવા સામાન્ય માણસનું શું !

આ પણ વાંચો -- VADODARA : "30 વર્ષથી સત્તામાં છો, તમે શું કર્યું !", કોંગી કોર્પોરેટર ગર્જ્યા

Tags :
aboutandcommonconcernfemalefloodlostmediaPeopleraiserelatedSocialtoVadodaraViral
Next Article