VADODARA : વજન ઘટાડવાનો આ કિસ્સો જાણી તમે પણ યોગ કરતા થઇ જશો
- સ્થૂળતા આજના યુગની ગંભીર સમસ્યાઓમાંથી એક છે
- યોગથી સ્વાસ્થ્યને ઊંડાણથી સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી - માધુરી શર્મા
- યોગ માત્ર વ્યાયામ નહીં પણ એક જીવનશૈલી છે
VADODARA : સંકલ્પશક્તિ અને નિયમિત પ્રયાસોથી જીવનનો રૂખ બદલાય છે. આવી જ એક પ્રેરણાદાયી વાર્તા છે વડોદરા (VADODARA) ના 37 વર્ષીય ગૃહિણી માધુરી શર્માની – જેમણે માત્ર યોગ (DAILY YOGA) ના દૈનિક અભ્યાસ દ્વારા ત્રણ મહિનામાં ૨૫ કિલોગ્રામ વજન ઘટાડ્યું HUGE WEIGHT LOSS) અને એકંદર સ્વાસ્થ્યમાં ચમત્કારિક સુધારો અનુભવ્યો.
અનેક સમસ્યાઓ પણ તેમને સતાવતી હતી
વર્ષોથી વધતા વજન અને અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા માધુરી શર્માએ યોગ તરફ વળવાનો નિર્ણય કર્યો હતો. માઈગ્રેન, ઊંચું રક્તદાબ, ચિંતાની સ્થિતિ, કિડની અને હૃદય સંબંધિત તકલીફો ઉપરાંત યુરિક એસિડ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ પણ તેમને સતાવતી હતી. ઊંઘના ઈન્જેક્શન અને દવાઓના આધારે જીવતા જીવંત જીવનથી તેમણે મુક્તિ મેળવવા યોગને આશરો લીધો — અને એ નિર્ણય તેમનાં માટે કાયાપલટ સમાન સાબિત થયો.
માત્ર શારીરિક નહીં, માનસિક આરોગ્યમાં પણ સુધારો
માધુરીબેન કહે છે: "યોગ દ્વારા હું તણાવથી મુક્ત થવા લાગી, મારી અંદર શાંતિનો અનુભવ થયો. શારીરિક આસનો અને પ્રાણાયામે માત્ર વજન ઘટાડવામાં નહીં પરંતુ સ્વાસ્થ્યને ઊંડાણથી સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આજે હું દવાઓ પર ઓછું નિર્ભર છું અને મારા બોડી માસ ઇન્ડેક્સ પર પણ સંપૂર્ણ નિયંત્રણ છે."
યોગ – આરોગ્ય માટે સર્વાંગી ઉપાય
સ્થૂળતા આજના યુગની ગંભીર સમસ્યાઓમાંથી એક છે, જે લાખો લોકોને અસર કરે છે અને હૃદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ સાથે જોડાયેલી છે. તાજેતરના વર્ષોમાં યોગ એક એવા સર્વાંગી ઉપાય તરીકે ઊભર્યો છે, જે માત્ર શરીરને સાથે, મનને પણ તંદુરસ્ત રાખે છે. યોગમાં શારીરિક મુદ્રાઓ, શ્વાસની કસરતો અને ધ્યાનનો સમાવેશ થતો હોય છે, જે તણાવ ઘટાડે છે, શક્તિમાં વધારો કરે છે અને સુગમતા લાવે છે.
માધુરી શર્માની ભલામણ – "દરરોજ એક કલાક યોગ કરો"
માધુરીબેન આજે અન્ય લોકોને પણ યોગ તરફ વળવા પ્રેરિત કરે છે. "દરરોજ એક કલાક યોગ કરવો એ તમારા માટે રોકાણ છે – જે સારા સ્વાસ્થ્ય અને સારું જીવન આપે છે. યોગ મને નવા જીવન તરફ લઈ ગયો છે, હવે હું વધારે પ્રસન્ન, આરામદાયક અને આરોગ્યપ્રદ જીવન જીવી રહી છું."
યોગથી પણ બદલાવ શક્ય છે
આ પ્રસંગે યોગ માત્ર વ્યાયામ નહીં પણ એક જીવનશૈલી છે – જે શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે શક્તિશાળી સાધન બની શકે છે. માધુરી શર્માની આ યાત્રા તે સૌ માટે પ્રેરણારૂપ છે, જેમણે કદાચ હાર માની લીધી હોય – કે યોગથી પણ બદલાવ શક્ય છે, જો મનમાં જિજ્ઞાસા અને હૃદયમાં નિશ્ચય હોય.
આ પણ વાંચો --- VADODARA : ખબર કાઢવા આવેલા મુખ્યમંત્રીને સિનિયર ધારાસભ્યની રજુઆત


