ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પ્રથમ વખત દર્દીને એર એમ્બ્યુલન્સથી મુંબઇ શિફ્ટ કરાયા

VADODARA : બાય રોડ જઈ શકાય તેમ નહોતું. એર એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે હોસ્પિટલમાંથી 108 માં કોલ કરી માહિતી લઈ બધી જ ફોર્માલિટી પૂરી કરી
07:39 AM Nov 16, 2024 IST | PARTH PANDYA
VADODARA : બાય રોડ જઈ શકાય તેમ નહોતું. એર એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે હોસ્પિટલમાંથી 108 માં કોલ કરી માહિતી લઈ બધી જ ફોર્માલિટી પૂરી કરી

VADODARA : વડોદરા (VADODARA) માં સર્વ પ્રથમ વખત ૧૦૮ સેવા મારફત એર એમ્બ્યુલન્સ (108 AIR AMBULANCE) એક મહિલા દર્દીને વધુ સારવાર માટે મુંબઈ લઈને ગઈ હતી. ભાઈ લાલ અમીન હોસ્પિટલમાં દાખલ દર્દીને તેમના પરિવારજનો આ સેવા મારફત મુંબઈ લઈ ગયા હતા.

બંને પગમાં અસહ્ય દુખાવો અને નબળાઇ અનુભવાતી હતી

અહીં વડોદરા ખાતે આજ તા. ૧૫ના રોજ ભાઈલાલ અમીન હોસ્પિટલમાં રૂપાબેન ભરતભાઈ પટેલ તેમના ઘરે પડી જવાના કારણે એડમીટ થયા હતા. જેમાં તેમને કમરથી નીચેના ભાગમાં તથા બંને પગમાં અસહ્ય દુખાવો અને નબળાઇ અનુભવાતી હતી.

હોસ્પિટલમાંથી 108 માં કોલ કરી માહિતી લઈ બધી જ ફોર્માલિટી પૂરી કરી

અહીં તેમણે સારવાર લીધા પછી વધુ સારવાર માટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઈ જવા પડે તેમ હતા. આ માટે બાય રોડ જાજો સમય લાગે એમ હોવાથી જઈ શકાય તેમ નહોતું. તેમણે એર એમ્બ્યુલન્સ માટેની જરૂરિયાત ઊભી થઈ હતી. જે બાબતની માહિતી 108 માં લઈને એર એમ્બ્યુલન્સ ની દરખાસ્ત કરી હતી. અહીં એર એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે હોસ્પિટલમાંથી 108 માં કોલ કરી માહિતી લઈ બધી જ ફોર્માલિટી પૂરી કરી હતી.

વધુ સારવાર માટે મુંબઈ ખાતે લઈ ગયા

આજે સવારે 10:30 વાગે એર એમ્બ્યુલન્સ વડોદરા એરપોર્ટ ખાતે આવી હતી. અહીં ભાઈલાલ અમીન હોસ્પિટલમાંથી દર્દીને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ એરપોર્ટ લઈ આવી અને એર એમ્બ્યુલન્સ દ્વારા રૂપાબેન ને વધુ સારવાર માટે મુંબઈ ખાતે લઈ ગયા હતા.

આ પણ વાંચો -- Bharuch: શુકલતીર્થ ગામે જાત્રાના અંતિમ દિવસે નદીમાં 3 લોકો ડૂબ્યા, પરિવારે કર્યા આવા આક્ષેપો

Tags :
108AIRAmbulancefirstforFurtherMUMBAIpatientShiftedtoTreatmentVadodaravia
Next Article