VADODARA : વિવિધ સામાજિક સંદેશના પ્રચાર માટે વિશ્વની સફરે પગપાળા નીકળ્યા 20 સાહસિકો
VADODARA : સંસ્કૃતમાં કહેવત છે કે ‘ચરાતી ચરતો ભગ:’ એટલે કે ચાલતા લોકોનું ભાગ્ય બદલાય છે. વિશ્વશાંતિ વિશ્વપદયાત્રી ગ્રુપ પગપાળા વિશ્વ પ્રવાસના માર્ગે નીકળ્યું છે. જેનું આજે વડોદરામાં આગમન થયું હતું. સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ સંરક્ષણ, બેટી બચાવો બેટી પઢાવો, પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો ફેલાવવાના આશયથી અલગ અલગ રાજ્યના સાહસિકો દ્વારા પગપાળા વિશ્વ પ્રવાસનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
સ્વચ્છતા, માર્ગ સલામતી તેમજ પર્યાવરણ સંરક્ષણના મહત્વ વિશે સંબોધિત કર્યા
કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોચાડવા અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ ગ્રુપના સભ્યોએ તાજેતરમાં વડોદરા (VADODARA) માં શાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. શહેરની બે શાળાના વિદ્યાર્થીઓ સાથે તેઓએ ઇન્ટરએક્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ થકી સમાજમાં સ્વચ્છતા, માર્ગ સલામતી તેમજ પર્યાવરણ સંરક્ષણના મહત્વ વિશે સભાનતા આવે તે માટે સંબોધિત કર્યા હતા.
તમામનો આભાર માન્યો
આ ટીમે જય અંબે સ્કૂલ અને શ્રેયસ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી અને પર્યાવરણ સંરક્ષણ વિશેનો સંદેશો ફેલાવવા માટે પ્રયાસ કર્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા, પોતાની અને અન્યની સલામતી માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ભાવિ પેઢીઓ માટે પર્યાવરણ બચાવવાનું મહત્વ સમજાવ્યું. તેઓએ આ સંદેશાઓનો અસરકારક રીતે પ્રચાર પ્રસાર કરવામાં મદદરૂપ થવા બદલ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા SHIKSHANIADHIKARI શિક્ષણાધિકારીની કચેરી, આર.ટી.ઓ અને શાળા પરિવારનો આભાર માન્યો હતો.
જિતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ, અને ગોવિંદા નંદ જેવા સાહસિકો આ પ્રવાસનું નેતૃત્વ કરી રહ્યા છે
અવધ બિહારી લાલ દ્વારા શરૂ કરાયેલ આ પદયાત્રાનું નેતૃત્વ લેવામાં આવ્યું છે. ડેન્જરસ એડવેન્ચર્સ એન્ટાર્વેડ સ્પોર્ટ્સ લોંગેસ્ટ વર્લ્ડ ટૂર નામના શીર્ષક દ્વારા આ પગપાળા પ્રવાસની શરૂઆત કરવામાં આવી છે. આજ સુધીમાં, તેણે અગિયાર દેશોમાં ૪ લાખ અને ૪૬ હજાર કિલોમીટરને આવરી લેતો પ્રવાસ પૂર્ણ કર્યો છે. આ પગપાળા પ્રવાસ દરમિયાન ઠેક ઠેકાણે કુલ 14 કરોડ પચાસ લાખ રોપાઓ વાવ્યા, પર્યાવરણના રક્ષણ માટે ફક્ત આટલી મોટી સંખ્યામાં કરેલા વૃક્ષારોપણથી જ અસરકારક રીતે તેમનો સંદેશ ફેલાવ્યો છે. હાલમાં જિતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ, અને ગોવિંદા નંદ જેવા સાહસિકો આ પ્રવાસનું નેતૃત્વ કરી રહ્યા છે.
આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર અને ત્યાંથી મહારાષ્ટ્ર અને ચેન્નાઈ તરફ આગળ વધ્યા
આ જૂથના જીતેન્દ્ર પ્રતાપે જણાવ્યું હતું કે "વિદ્યાર્થીઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા ખૂબ જ સારી હતી. તેઓએ સક્રિયપણે ચર્ચામાં ભાગ લીધો. કાર્યક્રમ પછી પણ અમને મળ્યા ત્યારે તેમનો ઉત્સાહ ખુબ સારો હતો. આ વિદ્યાર્થીઓ જ દેશનું ભવિષ્ય છે. અમે શાળાઓ અથવા જાહેર સ્થળોની અમારી મુલાકાતો દરમિયાન વિદ્યાર્થીઓને લક્ષ્યાંકિત કરીએ છીએ. અમારી 20 સભ્યોની ટીમ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની મુલાકાતો પૂર્ણ કર્યા પછી, ગુજરાત પહોંચ્યા અને વડોદરાથી શાળાઓ અને જાહેર સ્થળોએ કાર્યક્રમો યોજીને, અમે આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર અને ત્યાંથી મહારાષ્ટ્ર અને ચેન્નાઈ તરફ આગળ વધી રહ્યા છીએ.
આ પણ વાંચો -- Chotaudepur : જિલ્લા કલેક્ટરને પત્ર લખી સાંસદ કરગર્યા! લખ્યું- અધિકારીઓ સમયસર..!